ETV Bharat / sports

વિરાટ સેનાએ 54 રનથી હિટમેન સેનાને હરાવ્યું : RCBની આક્રમક બોલિંગ અને બોલીંગ સામે MI ઢેર - rcb win

દુબઈમાં રમાયેલી IPL ની 39 મી મેચમાં RCB એ મુંબઈ ઈન્ડિયન્સ સામે 54 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે, આરસીબી પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ છે અને તે ત્રીજા સ્થાને યથાવત છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ આ હાર બાદ સાતમા સ્થાને સરકી ગયું છે.

વિરાટ સેનાએ 54 રનથી હિટમેન સેનાને હરાવ્યું : RCBની આક્રમક બોલિંગ અને બોલીંગ સામે MI ઢેર

author img

By

Published : Sep 27, 2021, 8:17 AM IST

  • હર્ષલ પટેલ IPLમાં હેટ્રિક લેનાર 17મો બોલર બની ગયો છે
  • RCBના હર્ષલ પટેલે IPLના ઈતિહાસની 20મી હેટ્રિક લીધી
  • મુંબઈના મિડલ ઓર્ડરનો ધબડકો
  • વિરાટ કોહલીએ T-20 ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા

દુબઈ : IPL ફેઝ-2માં રવિવારે રમાયેલી ડબલ હેડરની બીજી મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને 54 રનથી હરાવ્યું છે. RCBએ ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 165 રનનો સ્કોર કર્યો હતો. જેને ચેઝ કરવા ઉતરેલી મુંબઈની ટીમ 111 રનમાં ઓલઆઉટ થઈ જતા, વિરાટ સેનાની એકતરફી મેચમાં જીત થઈ હતી. 17મી ઓવરમાં હર્ષલ પટેલે હેટ્રિક લઈને મુંબઈના બેટિંગ ઓર્ડરની કમર જ તોડી નાખી હતી. મેચમાં મળેલી જીત સાથે RCB 12 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. જ્યારે આ મેચ હારી જતા મુંબઈ 7મા નંબર પર છે.

ગ્લેન મેક્સવેલનું ઓલરાઉન્ડર પ્રદર્શન

હર્ષલ પટેલની હેટ્રિક (4/17) અને ગ્લેન મેક્સવેલનું ઓલરાઉન્ડર પ્રદર્શન (56 રન, બે વિકેટ) ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-2021ની 39મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 54 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં પોતાની છઠ્ઠી જીત મેળવી છે. આ સાથે યૂએઈની ધરતી પર સતત સાત હાર બાદ વિરાટ કોહલીની ટીમે જીતનો સ્વાદ ચાખ્યો છે. આ જીત સાથે બેંગલોરની ટીમ 12 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈની ટીમ 8 પોઈન્ટ સાથે ટેબલમાં સાતમાં સ્થાને છે. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : છેલ્લે સુધી અણનમ રહેલો સંજૂ સેમસન પણ ન અપાવી શક્યો જીત, દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાનનો પરાજય

હર્ષલની યાદગાર હેટ્રિક

મેચમાં RCBના બોલર હર્ષલ પટેલે 17મી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને 3 બોલમાં 3 વિકેટ લીધી હતી. તેણે હાર્દિક, પોલાર્ડ અને રાહુલને પેવેલિયન ભેગા કરીને IPLના ઈતિહાસની 20મી હેટ્રિક લીધી હતી. હર્ષલ પટેલ IPLમાં હેટ્રિક લેનાર 17મો બોલર છે. તેની પહેલા અમિત મિશ્રાએ 3 અને યુવરાજ સિંહે 2 હેટ્રિક લીધી છે, જ્યારે અન્ય બોલર્સે 1-1 હેટ્રિક લીધી છે.

સારી શરૂઆત પછી મુંબઈની 3 વિકેટ પડી

લક્ષ્યનો પીછો કરતા MIએ સારી શરૂઆત કરી અને રોહિત શર્મા અને ક્વિન્ટન ડીકોકે પ્રથમ વિકેટ માટે 57 રન જોડ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે ડીકોક (24)ને આઉટ કરીને આ ભાગીદારી તોડવાનું કામ કર્યું હતું. T20 ફોર્મેટમાં આ 5મી વખત ક્વિન્ટન ડીકોકની વિકેટ ચહલના ખાતામાં ગઈ હતી. ડીકોકની વિકેટ બાદ ગ્લેન મેક્સવેલે રોહિત શર્મા (43)ને આઉટ કરીને RCBને સફળતા અપાવી હતી. ત્યારપછી બીજી જ ઓવરમાં, ચહલે ઇશાન કિશન (9)ની વિકેટ લીધી અને મુંબઈની ત્રીજી વિકેટ લીધી હતી. RCBએ મેચમાં આક્રમક શરૂઆત કરી હતી. 15 ઓવર સુધી ટીમનો સ્કોર 119/2 હતો. પરંતુ ત્યારપછી ટીમે છેલ્લા 30 બોલમાં કોહલી-મેક્સવેલ અને ડી વિલિયર્સની વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લી બે ઓવરમાં બેંગલુરુ માત્ર 9 રન ઉમેરી શક્યું હતું.

આ પણ વાંચો : IPL-2021: પંજાબ કિગ્સે હૈદરાબાદ સન રાઈઝરને 5 રનથી હરાવ્યું

વિરાટ કોહલીની સિદ્ધિ

વિરાટ કોહલીએ T-20 ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા છે. કોહલીએ જસપ્રિત બુમરાહના બોલમાં સિક્સ ફટકારીને આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. કોહલી આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો પાંચમો ખેલાડી બની ગયો છે. વિરાટ પહેલા ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, શોએબ મલિક અને ડેવિડ વોર્નરના નામે આ રેકોર્ડ છે.

હાર્દિક પંડ્યાનું કમબેક

મુંબઈની ટીમ અત્યારે 9 મેચમાંથી 8 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. આની સાથે જ બેંગ્લોરની ટીમ 9 મેચમાંથી 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો મુંબઈ જીતશે તો તે ટોપ -4માં પરત ફરશે. જો બેંગલુરુ જીતશે તો ત્રીજા સ્થાને તેની સ્થિતિ વધુ મજબૂત થશે. જોકે, UAEની સ્થિતિ બંને ટીમો માટે પડકાર સમાન છે. ફેઝ -2 માં બંનેને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાર્દિક પંડ્યાનું કમબેક, મુંબઈનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે પ્રથમ બે મેચ ચૂકી ગયો હતો. પરંતુ આજે તેણે પ્લેઇંગ-11માં વાપસી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.