અમદાવાદ: TATA IPL 2023 ની શરૂઆત થઈ છે. ગુજરાત ટાઈટન્સ ટીમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. દરેક ટીમમાંથી ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતાં જ ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ગુજરાત ટાઇટન્સના COO તેમના પ્રદર્શનથી ખુશ છે. તે જણાવે છે કે રમતની અંદર ઇજાગ્રસ્ત થવું તે સામાન્ય બાબત છે. રાહતની એ વાત છે કે મુખ્ય ખેલાડી ઇજાગ્રસ્ત થાય ત્યારે બીજા અન્ય ખેલાડીઓ પણ ટીમમાં સારું યોગદાન આપી રહ્યા છે.
ગુજરાત સારો સપોર્ટ કર્યો: ગુજરાત ટાઈટન્સના COO અરવિન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં મેચ જોવી એ જ સૌથી મોટો લહાવો છે. ગુજરાતની પ્રજા દ્વારા જે ટીમને સપોર્ટ મળી રહ્યો છે. એજ ગુજરાત ટાઇટન્સ ટીમ પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. ગુજરાતની ટીમ પણ પોતાના દર્શકોને નિરાશ કરતી નથી અને સારી રમત પહેલી બે મેચમાં રમીને બતાવી છે.
આ પણ વાંચો RR vs DC : દિલ્હીને પ્રથમ જીતની જરૂર પડશે, સંજુ છેલ્લી મેચની ભૂલ સુધારશે
કેન વિલિયમ્સ ઇજાગ્રસ્ત મોટો ફટકો: વધુમાં જણાવ્યું હતું કે કેન વિલિયમ્સન ઈજા ગ્રસ્ત ગુજરાતની ટીમ માટે ખૂબ જ મોટું ફટકો કહી શકાય છે કારણ કે ચેન વિલિયમ એ ખૂબ જ મોટો ખેલાડી છે અને તે ગમે ત્યારે મેચની બાજી પલટી શકે તેમ છે. રમતગમતની અંદર ઇજાગ્રસ્ત થવું એ કોઈ મોટી વાત નથી કેન વિલિયમ્સ ની જગ્યાએ ગુજરાતની તરફથી સાઈ સુદર્શનને પણ સારું પ્રદર્શન કર્યું છે. કેન વિલિયમસનની જગ્યાએ આગામી સમયમાં દશુન શનાકા રિપ્લેસ કરવામાં આવ્યો છે જે 10 એપ્રિલથી ટીમ સાથે જોડાઈ જશે.
આ પણ વાંચો Suyash Sharma : IPL ડેબ્યૂમાં RCB સામે જોરદાર પ્રદર્શન, જાણો કોણ છે આ મિસ્ટ્રી બોલર
ધોનીને કહી મોટી વાત: ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી પહેલી મેચમાં ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના સપોર્ટ વધારે જોવા મળી આવ્યા હતા. જેને લઇને જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોનીએ ભારતના મહાન ખેલાડીઓ માંથી એક ખેલાડી છે. તેના ચાહક પણ આપણા દેશની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી આવે છે. જેથી ધોનીના ચાહકો વધારે હોવા તે નવાઈ નથી હું ખુદ પણ એમ.એસ.ધોનીનો ચાહક છું અને જે ટીમમાં ધોની એક ટીમ કયા સુધી લઈ જઈ શકે તે આપણે સારી રીતે જોયું છે.