ETV Bharat / sports

IPL 2023 Qualifier 2 : મુંબઈ સામે ગુજરાત ટાઈટન્સની 62 રને ભવ્ય જીત, ફાઈનલમાં પ્રવેશ

TATA IPL 2023 Qualifier2 માં આજે 26 મે, 2023ને શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ Gujarat Titans સામે મુંબઈ ઈન્ડિયન્સ Mumbai Indians ની મેચ રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતાં ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 233 રન બનાવ્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 18.2 ઓવરમાં 171 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ગુજરાત ટાઈટન્સ 62 રને જીતીને આઈપીએલ 2023ની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે 28 મે, 2023ને રવિવારે મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે.

Etv BharatIPL 2023
Etv BharatIPL 2023
author img

By

Published : May 26, 2023, 4:51 PM IST

Updated : May 27, 2023, 12:36 AM IST

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ક્વોલિફાયર 2 આજે મુંબઈ ઈન્ડિયન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર 2માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ MI vs GT સામે ટકરાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 233 રનનો કુલ સ્કોર બનાવ્યો હતો. જેમાં સુબમિન ગિલે આઈપીએલની સીઝનની ત્રીજી સેન્ચુરી કરીને 129 રન બનાવ્યા હતા. ટાઈટન્સના ટાર્ગેટને એચિવ કરે તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ 18.2 ઓવરમાં જ 171 રન બનાવીને ઓલઆઉટ થયું હતું. આમ ગુજરાત ટાઈટન્સની 62 રને ભવ્ય જીત થઈ હતી. તેની સાથે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

28 મે, 2023ને રવિવારે ફાઈનલઃ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલ 2023ની સીઝનની ફાઈનલ રમાશે. ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડ પર મુકાબલો થશે. અને મોદી સ્ટેડિયમની 1.25 લાખથી વધુ પ્રેક્ષકોની છે, હવે ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પ્રવેશતાં મોદી સ્ટેડિયમાં ખીચોખીચ ભરાઈ જશે. અને ટિકિટના પણ કાળાબજાર થવાની સંભાવના વધી છે.

GTની બેટિંગઃ વૃદ્ધિમાન સાહા (વિકેટ કિપર) 16 બોલમાં 3 ચોક્કા સાથે 18 રન બનાવ્યા હતા. શુબમન ગિલ 60 બોલમાં 7 ચોક્કા ને 10 સિક્સ ફટકારીને 129 રન બનાવ્યા હતા. સાંઈ સુદર્શન 31 બોલમાં 5 ચોક્કા ને 1 સિક્સ મારીને 43 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા (કેપ્ટન) 13 બોલમાં 2 ચોક્કા ને 2 સિક્સ ફટકારીને 28 રન કર્યા હતા. રાશિદ ખાન 2 બોલ રમીને 5 રન કર્યા હતા. ટીમને 10 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 233 રનનો હાઈસ્કોર બનાવ્યો હતો.

MIની બોલીંગઃ જેશન બેહરન્ડ્રોફ 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. કેમરોન ગ્રીન 3 ઓવરમાં 35 રન આપ્યા હતા. આકાશ મધવાલ 4 ઓવરમાં 52 રન આપી 1 વિકેટ લીધી હતી. ક્રિસ જોર્ડન 4 ઓવરમાં 56 રન આપ્યા હતા. પિયુષ ચાવલા 3 ઓવરમાં 45 રન આપી 1 વિકેટ ઝડપી હતી. કુમાર કાર્તિકેય 2 ઓવરમાં 15 રન આપ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ રોહિત શર્મા(કેપ્ટન) 7 બોલમાં 8 રન કર્યા હતા. નેહલ વાધેરા 3 બોલમાં 4 રન અને કેમરોન ગ્રીન 20 બોલમાં 30 રન કર્યા હતા. સૂર્યાકુમાર યાદવ 38 બોલમાં 7 ચોક્કા ને 2 સિક્સ ફટકારીને 61 રન બનાવ્યા હતા. વિષ્ણુ વિનોદ 7 બોલમાં 5 રન, તિલક વર્મા 14 બોલમાં 5 ચોક્કા ને 3 સિક્સ ફટકારીને 43 રન, ટિમ ડેવિડ 3 બોલમાં 2 રન, ક્રિસ જોર્ડન 5 બોલમાં 2 રન, પિયુષ ચાવલા 2 બોલમાં શૂન્ય રન, કુમાર કાર્તિકેય 7 બોલમાં 6 રન અને જેશન બેહરેન્ડ્રોફ 5 બોલમાં 3 રન (નોટઆઉટ) બનાવ્યા હતા. ટીમને 7 રન એકસ્ટ્રા મળ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ 18.2 ઓવરમાં 171 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું અને 62 રને હારી ગયું હતું.

ગુજરાત ટાઈટન્સની બોલીંગઃ મોહંમદ સામી 3 ઓવરમાં 41 રન આપી 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા (કેપ્ટન) 2 ઓવરમાં 24 રન આપ્યા હતા. રાશિદ ખાન 4 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ લીધી હતી. નૂર અહેમદ 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. જોસુઆ લિટલ 3 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ લીધી હતી. મોહિત શર્મા 2.2 ઓવરમાં 10 રન આપી 5 વિકેટ ઝડપી હતી.

મેચ પહેલાનું એનાલિસીસઃ મુંબઈ ઈન્ડિયન્સે બુધવારે ચેન્નાઈમાં એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 81 રને જંગી જીત મેળવી હતી અને આઈપીએલ 2023ની સીઝનની કવૉલિફાયર 2માં પ્રવેશ મેળવ્યો હતો. આજની MI vs GT મેચના વિજેતા ટીમનો મુકાબલો 28 મે, 2023ને રવિવારે TATA IPL 2023ની ફાઈનલ 4 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ CSK સાથે હશે.

આજની મેચમાં હવામાન કેવું રહેશે: હવામાન વિશે વાત કરીએ તો, મહત્તમ તાપમાન 41 ડીગ્રી રહેશે. આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે મેચ પૂરી થાય ત્યાં સુધી રહે એવી શક્યતા છે. મેચ શરૂ થતાં જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા હશે અને દર કલાકે વધીને મેચ પૂરી થાય ત્યાં સુધીમાં 66 ટકા સુધી પહોંચી જશે તેમજ પવનની ગતિ પણ ધીમી પડતાં બફારો થવાની પૂરી શક્યતા છે. વાદળછાયા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે તો છૂટાછવાયા છાંટા પડે તો નવાઇ નહીં.

GT પાસે સતત બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવવાની તક: મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ ક્વોલિફાયરમાં હારેલી ગુજરાત ટાઇટન્સ પાસે સતત બીજી વખત IPL ફાઇનલમાં જગ્યા બનાવવાની તક છે. અમદાવાદના હોમ ગ્રાઉન્ડ પર તેની સામે જાણીતી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે. જોકે, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈને હરાવવા માટે ગુજરાત ટાઈટન્સને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બતાવવું પડશે.

બંન્ને ટીમોના ખેલાડીઓ:

ગુજરાત ટાઇટન્સ: હાર્દિક પંડ્યા (કપ્તાન), શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડે, જયંત યાદવ, આર. સાઈ કિશોર, નૂર અહમદ, દાસુન શનાકા, ઓડિયન સ્મિથ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વીલ પટેલ, જોશુઆ લિટલ અને મોહિત શર્મા.

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કપ્તાન), ક્રિસ જોર્ડન, અરશદ ખાન, જેસન બેહરેનડોર્ફ, ડેવાલ્ડ બ્રેવિસ, પીયૂષ ચાવલા, ટિમ ડેવિડ, રાઘવ ગોયલ, કેમેરોન ગ્રીન, ઈશાન કિશન, ડુઆન જેન્સેન, ક્રિસ જોર્ડન, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ , રિલે મેરેડિથ, શમ્સ મુલાની, રમનદીપ સિંહ, સંદીપ વૉરિયર, હૃતિક શોકીન, ટ્રિસ્ટન સ્ટબ્સ, અર્જુન તેંડુલકર, તિલક વર્મા, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, સૂર્યકુમાર યાદવ.

Last Updated : May 27, 2023, 12:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.