- IPLની 14મી સીઝન 9 એપ્રિલથી થશે શરૂ
- ગત સીઝનમાં RCB ચોથા ક્રમે રહી હતી
- વિરાટ કોહલી 1 એપ્રિલે ટીમ સાથે જોડાશે
ચેન્નાઈ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 9 એપ્રિલે ચેન્નઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે IPL-2021માં તેની પ્રથમ મેચ રમવાનો છે. કેપ્ટન વિરાટ કોહલી 01 એપ્રિલે ટીમ સાથે જોડાશે.
બાકીના ખેલાડીઓ સાત દિવસ આઈસોલેટ થયા બાદ કેમ્પમાં જોડાશેઃ RCB
આ પણ વાંચોઃ IPL 2021: જોસ બટલર, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં શામેલ
ટીમના ટ્રેનિંગ કેમ્પમાં યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, શાહબાઝ અહેમદ, પવન દેશપાંડે, મોહમ્મદ અઝરુદ્દીન, રજત પાટીદાર, સચિન બેબી, સુયાશ પ્રભુદેસાઈ અને કે. એસ. ભારત ભાગ લેશે જ્યારે બાકીના ખેલાડીઓ પાછળથી કેમ્પમાં જોડાશે. RCBએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બાકીના ખેલાડીઓ સાત દિવસ આઈસોલેટ થયા બાદ કેમ્પમાં જોડાશે.
RCBની ટીમે ગત સીઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાઈ કર્યું હતું
RCB(રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)નો નવ દિવસીય કન્ડિશનિંગ કેમ્પ ક્રિકેટ ઓપરેશનના ડાયરેક્ટર માઇક હેસન અને મુખ્ય કોચ સઈમન કૈટિચના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે. ટીમમાં કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો સંજય બાંગર, એસ શ્રીધરન, એડમ ગ્રિફિથ, શંકર બાસુ અને માલોલન રંગરાજન છે. RCBની ટીમે ગત સીઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાઈ કર્યું હતું, જ્યાં તે ચોથા સ્થાને રહી હતી. ટીમને એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે છ વિકેટે પરાજય આપ્યો હતો.
આ પણ વાંચોઃ IPL નો કાર્યક્રમ જાહેર, યુવાનો 'નરેન્દ્ર મોદી' સ્ટેડીયમમાં IPL ની મેચ જોવા ઉત્સુક