નવી દિલ્હીઃ દિલ્હીને અગાઉ લખનૌ સુપર જાયન્ટ્સ સામે 50 રનથી અને ગુજરાત ટાઇટન્સ સામે છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ત્રણેય મેચમાં દિલ્હીનો આસાનીથી પરાજય થયો હતો. રાજસ્થાનના હાથે કારમી હાર બાદ પોન્ટિંગે કહ્યું, “અમે સારું પ્રદર્શન કરવાથી દૂર છીએ અને હું તેને કોઈ એક વસ્તુને આભારી નથી. જો મને ખબર હોત, તો મેં તે વસ્તુ બદલી નાખી હોત. હું આ ખેલાડીઓને તાલીમ અને તૈયારી કરતા જોઉં છું, તેથી તેમનું કામ ખરેખર સારું રહ્યું છે, પરંતુ તેનું પરિણામ મેદાનમાં આવ્યું નથી.
આ પણ વાંચોઃ IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સને હરાવવા છતાં CSK છે પાછળ,જાણો શું છે કારણ
દિલ્હીની ટીમમાં ત્રણ ફેરફારઃ તેણે કહ્યું કે દિલ્હીની ટીમનું કોમ્બિનેશન કામ કરી રહ્યું નથી. પોન્ટિંગે કહ્યું, “અમારે એવા ખેલાડીઓ વિશે વિચારવું પડશે જેમને અમે અત્યાર સુધી તક આપી નથી, કારણ કે અમે જે કર્યું છે (ટીમ પસંદગી) કામ કરી રહ્યું નથી, એક કોચિંગ જૂથ તરીકે અમે અમારા કેપ્ટન સાથે વાત કરીશું અને નિર્ણય કરીશું. રાજસ્થાન સામે દિલ્હીની ટીમમાં ત્રણ ફેરફાર જોવા મળ્યા હતા. મનીષ પાંડેને પણ તક આપવામાં આવી હતી, પરંતુ તે પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો.
નબળી બેટિંગને કારણે હાર્યાઃ મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ માર્ક બાઉચરે મેચ બાદ જણાવ્યું કે, શા માટે ટીમને હારનો સામનો કરવો પડ્યો. તેણે એ પણ સ્વીકાર્યું કે તે ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન અજિંક્ય રહાણેની ધમાકેદાર અડધી સદીને કારણે નહીં, પરંતુ તેની ટીમની નબળી બેટિંગને કારણે અમે હારી ગયા. IPL 2023ની 12મી મેચ બે સૌથી સફળ ટીમો વચ્ચે રમાઈ હતી.
આ પણ વાંચોઃ GT vs KKR: આ હોઈ શકે છે ગુજરાત અને કોલકાતાની પ્લેઈંગ ઈલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની આગાહી
મુંબઈના 3 બેટ્સમેનોને આઉટ કર્યાઃ IPL 2023 માં તેમની સતત બીજી હાર પછી, MI કોચ માર્ક બાઉચરે કહ્યું, તેમની બોલિંગથી અમને વધુ નુકસાન થયું. રવિન્દ્ર જાડેજાએ મુંબઈના 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે પોતાના ક્વોટામાં માત્ર 20 રન જ ખર્ચ્યા. આ રીતે ટીમ 8 વિકેટ ગુમાવીને 157 રન બનાવી શકી હતી. તે જ સમયે, 158 રનના ટાર્ગેટને ચેન્નાઈએ સરળતાથી હાંસલ કરી લીધો હતો, કારણ કે અજિંક્ય રહાણેએ 27 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ રમી હતી.
બોર્ડ પર પૂરતા રન નહોતાઃ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીએ કહ્યું, રહાણેએ ઘણા સારા ક્રિકેટ શોટ રમ્યા હતા પરંતુ તે તેની બોલિંગ હતી જેણે દિવસના અંતે અમને નુકસાન પહોંચાડ્યું હતું. અમારા બોલરો અને તેમના બેટ્સમેનોને જુઓ. અમારી પાસે બોર્ડ પર પૂરતા રન નહોતા. ખાસ કરીને હવે જ્યારે અમારી પાસે પ્રભાવશાળી ખેલાડીઓ છે, આજે અમારી પાસે સાત બેટ્સમેન હતા. તે વિકેટ પર 157 રન અમારા માટે પૂરતા ન હતા. અમારે કદાચ કુલ 180-190નો સ્કોર મેળવવો જોઈતો હતો.