ETV Bharat / sports

નાથન એલિસ બાકી રહેલી IPL મેચ પંજાબ કિંગ્સ માટે રમશે

નાથન એલિસને કોઈ દિવસ IPLમાં ખરીદાર નહોતો મળ્યો, પણ એક મેચ બાદ તેમને ટીમમા સામેલ કરવા માટે હોડ લાગી હતી. છેલ્લે બાઝી પંજાબ કિંગ્સના હાથમાં જતી રહી.

cricket
નાથન એલિસ બાકી રહેલી IPL મેચ પંજાબ કિંગ્સ માટે રમશે
author img

By

Published : Aug 21, 2021, 2:27 PM IST

  • પંજાબ કિંગ્સમાં નાથન એલિસ સામેલ
  • બાકી રહેલી IPLની મેચો રમશે
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં હેટ્રીક લેનાર પ્રથમ બોલર

મેલબર્ન: પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયાના તેઝ બોલર નાથન એલિસ સાથે IPL-2021ની બાકીની મેચો માટે કરાર કર્યો છે. તેમને જાય રિચર્ડસન અથવા મેરેડિથમાંથી કોઈ એકના અવેજીમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જમણા હાથના આ તેજ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં હેટ્રીક લેનાર પહેલા બોલર બન્યા હતા. એલિસે બાંગ્લાદેશના મહમદુલ્લાના પછી મેહદી હસન અને મુસ્તાફિરજુર રહમાનને આઉટ કર્યા હતા.

એલિસે 5 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝમાં પાંચમી મેચમાં છેલ્લા 3 બોલમાં હેટ્રીક પૂરી કરી હતી. આ પછી તેને ટી 20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાના રીઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો. પંજાબ કિંગ્સ ટીમના સીઈઓ સતીશ મેનને પણ નાથન એલિસને ટીમમાં સામેલ કરવાની પુષ્ટિ કરી હતી. તેમણે અમારા સહયોગી ક્રિકબઝને પણ કહ્યું, ટૂંક સમયમાં બીજા રિપ્લેસમેન્ટ ખેલાડીના નામની પણ જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો : દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ બાળકને આપ્યો જન્મ, પિતા કોણ છે તે જાણવા માટે 7 આરોપીઓના કરાશે DNA ટેસ્ટ

સતીશ મેનને કહ્યું, 'અમને બુધવાર (18 ઓગસ્ટ) સુધી જય અને રિલેની ફિટનેસ વિશે ખબર નહોતી. તે IPL નો ભાગ બની શકશે નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની પ્રેસ કોન્ફરન્સ બાદ જ અમને આ વિશે ખબર પડી. અમે એલિસને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે સામેલ કર્યા છે. અમે ટૂંક સમયમાં બીજા રિપ્લેસમેન્ટનું નામ પણ જાહેર કરીશું.

નાથન એલિસ હવે પંજાબ ટીમનો ભાગ બનશે જેમાં મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન અને અર્શદીપ સિંહ જેવા બોલરો છે. તે પંજાબ માટે નવા બોલ તેમજ ડેથ બોલિંગને સંભાળી શકે છે. નાથન એલિસે કુલ 33 ટી 20 મેચ રમી છે અને તેમાં 38 વિકેટ લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.