ETV Bharat / sports

IPL 2023 : સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોલકત્તાની ભારે રસાકસી વચ્ચે 5 રનથી જીત

TATA IPL 2023ની 47મી મેચ કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. જેમાં KKRની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા અને SRHને જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, તેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 166 રન જ બનાવી શક્યું હતું અને હૈદરાબાદ 5 રનથી હારી ગયું હતું.

KKR Vs SRH Today IPL Match Prediction
KKR Vs SRH Today IPL Match Prediction
author img

By

Published : May 4, 2023, 9:01 AM IST

Updated : May 4, 2023, 11:44 PM IST

હૈદરાબાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 47મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાઇ હતી. જેમાં KKRની ટીમે પ્રથમ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેમને 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. તેના જવાબમાં હૈદરાબાદ રન ચેઝ કરી શક્યું ન હતું. સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 166 રનનો સ્કોર કર્યો હતો. અને પાંચ રને કોલકત્તા જીતી ગયું હતું. હૈદરાબાદના બેટ્સમેન કોલકત્તા સામે રમી શક્યા ન હતા. મેચ જીતવા માટે સરળ હતી અને લો સ્કોર હતો, તેમ છતાં હૈદરાબાદના બેટ્સમેન 172 રન કરી શક્યા ન હતા. તેની સામે કોલકત્તાના બોલરોએ અને ફિલ્ડરોની સ્ટ્રેટેજી સફળ રહી હતી.

KKRનો સ્કોર : કોલકત્તાએ 20 ઓવરમાં 9 વિકેટે 171 રન બનાવ્યા હતા. જેમાં જેસન રોયએ 20 રન, ગુરબાજએ 0 રન, વેન્કેટૈસએ 7 રન, નિતિશ રાણાએ 42 રન, રિંકુ સિંઘએ 46 રન, રસલએ 24 રન, નારાયણએ 1 રન, ઠાકુરએ 8 રન, અનુકુલએ 13 રન(અણનમ), હર્ષિત રાણાએ 0 રન અને વૈભવએ 2 રન (અણનમ) બનાવ્યા હતા.

SRHની બોલિંગ : સનરાઇઝ હૈદરાબાદએ 20 ઓવરમાં 9 વિકેટ ઝડપી હતી. જેમાં ભુવનેશ્વર કુમારએ 4 ઓવરમાં 1 વિકેટ, મેક્રોએ 3 ઓવરમાં 2 વિકેટ, કાર્તિક ત્યાગીએ 2 ઓવરમાં 1 વિકેટ, માર્કરમએ 3 ઓવરમાં 1 વિકેટ, નટરાજનએ 4 ઓવરમાં 2 વિકેટ અને માર્કન્ડએ 4 ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગઃ અભિષેક શર્મા 10 બોલમાં 9 રન, મયંક અગ્રવાલ 11 બોલમાં 18 રન, રાહુલ ત્રિપાઠી 9 બોલમાં 20 રન, એઈડન માર્કરમ(કેપ્ટન) 40 બોલમાં 41 રન, હેરી બ્રૂક 4 બોલમાં શૂન્ય રન, હેઈનરિચ કલાસીન(વિકેટ કિપર) 20 બોલમાં 36 રન, માર્કો જેનસન 4 બોલમાં 1 રન, ભૂવનેશ્વર કુમાર 5 બોલમાં 5 રન(નોટ આઉટ) અને મંયક માર્કન્ડે 2 બોલમાં 1 રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને 14 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 166 રન બન્યા હતા.

કોલકત્તા નાઈટ રાઈડર્સની બોલીંગઃ હર્ષિત રાના 4 ઓવરમાં 27 રન આપી 1 વિકેટ લીધી હતી. વૈભવ અરોરા 3 ઓવરમાં 32 રન આપી 2 વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર 3 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ લીધી હતી. આન્દ્રે રસલ 1 ઓવરમાં 15 રન આપી એક વિકેટ લીધી હતી. અંકુર રોય 3 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ લીધી હતી. સુનિલ નરીન 2 ઓવરમાં 16 રન અને વરૂણ ચક્રવર્તી 4 ઓવરમાં 20 રન આપી 1 વિકેટ લીધી હતી.

પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table) આજની મેચના પરિણામ પછી પ્રથમ નંબરે ગુજરાત ટાઈટન્સ 12 પોઈન્ટ, બીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 11 પોઈન્ટ, ત્રીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 11 પોઈન્ટ, ચોથા નંબરે રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 10 પોઈન્ટ હતા. ત્યાર પછી ક્રમાનુસાર મુંબઈ ઈન્ડિયન્સ 10 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 8 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 6 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 6 પોઈન્ટ હતા.

પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને: નીતીશ રાણાની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ અત્યાર સુધી તેઓ રમેલી નવમાંથી ત્રણ મેચ જીતવામાં સફળ રહી છે અને આઈપીએલ 2023 પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. KKR હવે યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધી શક્યું નથી અને તેણે રિંકુ સિંહ, વેંકટેશ ઐયર અને આન્દ્રે રસેલ જેવા ખેલાડીઓના પ્રદર્શન પર પણ આધાર રાખ્યો છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ પણ આ જ સમસ્યાને હલ કરી રહી છે અને યોગ્ય ટીમ બેલેન્સ મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. ટીમ કોઈપણ વિભાગમાં સારું પ્રદર્શન કરી શકી નથી અને હેરી બ્રુક, મયંક અગ્રવાલ, ભુવનેશ્વર કુમાર અને એડન માર્કરામ જેવા મોટા નામો ટુર્નામેન્ટમાં અત્યાર સુધી પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે.

KKR vs SRH IPL 2023 મેચ: સંભવિત પ્લેઇંગ XI-- કોલકાતા નાઈટ રાઈડર્સ: આર. ગુરબાઝ, એન. જગદીશન (વિકેટમાં), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (સી), રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, ડેવિડ વિઝ, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, સીવી વરુણ, હર્ષિત રાણા, સનરાઈઝર્સ હૈદરાબાદ: હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ (સી), હેનરિક ક્લાસેન (વિકેટમાં), અભિષેક શર્મા, અબ્દુલ સમદ, અકેલ હોસીન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ઉમરાન મલિક

KL Rahul Injured: લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે IPLમાંથી બહાર

Last Updated : May 4, 2023, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.