કોલકાતા : કોલકત્તાના ઇડન ગાર્ડનમાં આજે કોલક્તા નાઇટ રાઇડર્સ અને ચૈન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. જેમાં કોલકત્તાએ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે તેમના માટે ખરાબ સાબિત થયો હતો. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલ CSKની ટીમે 20 ઓવરમાં 235 રન બનાવ્યા હતા અને KKRને જીતવા માટે 236 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ટાર્ગેટ એચિવ કરવામાં કોલકત્તા પ્રોપર રમી શકી ન હતી. કોલકત્તા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 186 રન જ કરી શક્યું હતું. અને ચેન્નાઈ 49 રનથી જીતી ગયું હતું.
CSK બેટીંગ : CSKએ પ્રથમ બેટીંગ કરતા 235 રન બનાવ્યા હતા. જેમાં ઋતુરાજ ગાયકવાડએ 35 રન, કોનવેએ 56 રન, અજીંક્યા રહાણએ 71 રન (અણનમ), શિવમ દુબેએ 50 રન, રવિન્દ્ર જાડેજાએ 18 રન અને મહેન્દ્ર સિંહ ધોનીએ 2 રન (અણનમ) બનાવ્યા હતા.
KKRની બોલિંગ : કોલકત્તાની ટીમે પ્રથમ બોલિંગ કરતા 20 ઓવરમાં 235 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જેમાં ઉમેશએ 3 ઓવરમાં 0 વિકેટ, વૈશએ 3 ઓવરમાં 0 વિકેટ, ચક્રવર્તીએ 4 ઓવરમાં 1 વિકેટ, કુલવંતએ 3 ઓવરમાં 2 વિકેટ, નારાયણએ 2 ઓવરમાં 0 વિકેટ, શર્માએ 4 ઓવરમાં 1 વિકેટ અને રસલએ 1 ઓવરમાં 0 વિકેટ ઝડપી હતી.
કોલકત્તા નાઈટ રાઈડર્સની બેટિંગઃ એન જગદીશન(વિકેટ કિપર) 3 બોલમાં 1 રન, સુનીલ નરીન 3 બોલમાં શૂન્ય રન, વેંકટેશ ઐયર 20 બોલમાં 20 રન, નિતિશ રાણા(કેપ્ટન) 20 બોલમાં 27 રન, જેસન રોય 26 બોલમાં 5 ચોક્કા અને 5 સિક્સની મદદથી 61 રન બનાવ્યા હતા. રિન્કુ સિંહ 33 બોલમાં 3 ચોક્કા 4 સિક્સ મારીને 53 રન નોટ આઉટ રહ્યો હતો. આન્દ્રે રસલ 6 બોલમાં 9 રન, ડેવિડ વિસે 2 બોલમાં 1 રન, ઉમેશ યાદવ 4 બોલમાં 4 રન અને વરુણ ચક્રવર્તી 3 બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને 10 રન એકસ્ટ્રા મળ્યા હતા. કુલ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 186 રનનો સ્કોર થયો હતો. જીત માટે 236 રન કરવાના હતા. આમ કોલકત્તા નાઈટ રાઈડર્સ 49 રનથી હારી ગયું હતું.
ચેન્નાઈ સુપર કિંગ્સની બોલીંગઃ આકાશ સિંહ 4 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે 4 ઓવરમાં 43 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મહીશ થીકસાના 4 ઓવરમાં 32 રન આપી 2 વિકેટ લીધી હતી. મોઈન અલી 1ઓવરમાં 20 રન આપી 1 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજા 3 ઓવરમાં 34 રન આપી 1 વિકેટ ઝડપી હતી. અને મથીશા પાથિરાના 4 ઓવરમાં 27 રન આપી 1 વિકેટ લીધી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ્સ ટેબલમાં નંબર વનઃ ચેન્નાઈ સુપર કિંગ્સે આજે 20 ઓવરમાં 235 રન કર્યા હતા. હાઈસ્કોરિંગ મેચ જીતી જતાં તે આજે પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન પર પહોંચી ગઈ છે. ચેન્નાઈ 7 મેચ રમી છે. તેમાંથી 5 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. તેની સાથે તે 10 પોઈન્ટ મેળવીને પ્રથમ નંબરે આવી ગઈ છે.
પોઈન્ટ્સ ટેબલ ( IPL 2023 Points Table ) આજની મેચ જીત્યા પછી ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ્સ ટેબલમાં 10 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે આવી ગયું હતું. બીજા નંબરે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ અને ચોથા નંબરે ગુજરાત ટાઈટન્સ 8 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 8 પોઈન્ટ રહ્યા હતા. પંજાબ કિંગ્સ 8 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 6 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 2 પોઈન્ટ રહ્યા હતા.
સિઝનમાં પ્રથમ જીત નોંધાવી: દિલ્હીએ સતત પાંચ મેચ હાર્યા બાદ KKRને હરાવીને વર્તમાન સિઝનમાં તેમની પ્રથમ જીત નોંધાવી હતી. બેટ્સમેનોની સામૂહિક નિષ્ફળતાને કારણે કેકેઆરને છેલ્લી ત્રણ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેના બોલરોએ આ દરમિયાન સારું પ્રદર્શન કર્યું હતું. દિલ્હી સામેની છેલ્લી મેચમાં KKRના બેટ્સમેનો 67 બોલમાં રન બનાવી શક્યા ન હતા અને તેમની આખી ટીમ 127 રનમાં આઉટ થઈ ગઈ હતી.
IPL 2023: હજુ પણ વૃદ્ધ નથી થયો સિંહ, 41 વર્ષની ઉંમરે પણ રજૂ કર્યો ચપળતાનો અદ્ભૂત નમૂનો
KKR માટે સકારાત્મક પાસું: KKRએ તેમના પ્રદર્શનમાં સુધારો કરીને ટૂંક સમયમાં વાપસી કરવી પડશે કારણ કે કોઈપણ પ્રકારની ઢીલ ટીમને મોંઘી પડી શકે છે. ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયે છેલ્લી મેચમાં ટીમને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ તેના સાથી બાંગ્લાદેશના લિટન દાસ આગળ વધી શક્યા ન હતા. આવી સ્થિતિમાં નારાયણ જગદીશનને વિકેટ કીપર બેટ્સમેન તરીકે રાખીને બોલિંગ આક્રમણને મજબૂત બનાવી શકાય છે. દિલ્હી સામેની મેચમાં આન્દ્રે રસેલનું ફોર્મમાં પરત આવવું KKR માટે સકારાત્મક પાસું હતું અને ટીમ તેની પાસેથી ફરીથી પ્રહાર કરવાની અપેક્ષા રાખશે. KKRના બોલરોએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે પરંતુ સુનીલ નારાયણ છેલ્લી મેચમાં આગળ વધી શક્યો ન હતો અને ચેન્નાઈ સામે મજબૂત પુનરાગમન કરવા પર ધ્યાન આપશે.
IPL 2023: જ્યારે 2 ભાઈઓ મળ્યા... મેચ બાદ જોવા મળ્યો ધોની-વિરાટનો બ્રોમાંસ, વીડિયો વાયરલ
કોલકાતા નાઈટ રાઈડર્સ સ્ક્વોડ: નીતીશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ, એન જગેશ, એન. વૈભવ અરોરા, સુયશ શર્મા, ડેવિડ વિઝ, કુલવંત ખેજરોલિયા, લિટન દાસ, મનદીપ સિંહ, જેસન રોય.
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમઃ એમએસ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, સુભ્રાંશુ સેનાપતિ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હેંગરગેકર, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, સિમિતેશ પથિર સિંહ, સિમિત સિંહ દીપક ચહર, પ્રશાંત સોલંકી, મહેશ તિક્ષ્ણ, અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, શેખ રાશિદ, નિશાંત સિંધુ, સિસાંડા મગાલા, અજય મંડલ, ભગત વર્મા, આકાશ સિંહ