- 292 ખેલાડીઓની હરાજીમાંથી 164 ભારતીય અને 128 ખેલાડી વિદેશી છે
- પંજાબ કિંગ્સ આઈપીએલમાં અત્યાર સુધીમાં એક પણ વખત વિજેતા થઈ શકી નથી
- પંજાબની ટીમ આઈપીએલમાં એક વાર રનરઅપ અને એક વાર ત્રીજા સ્થાને રહી ચૂકી છે
નવી દિલ્હીઃ આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ નવા અંદાજમાં જોવા મળશે. કારણ કે, ફ્રેન્ચાઈઝીએ કિંગ્સ ઈલેવન પંજાબનું નામ બદલીને પંજાબ કિંગ્સ કરી દીધું છે. જોકે, આ અંગે ઓફિશિયલ જાહેરાત હજી સુધી કરવામાં નથી આવી. બીસીસીઆઈના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, ટીમ ઘણા લાંબા સમયથી નામ બદલવાનું વિચારી રહી હતી અને લાગ્યું કે આઈપીએલ પહેલા આ કરવું બરાબર રહેશે. આ અચાનક લીધેલો નિર્ણય નથી.
292 ખેલાડીઓની 18 ફેબ્રુઆરીએ હરાજી થશે
જોકે, મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતી ઝિન્ટા અને કરણ પૉલની આ ટીમ અત્યાર સુધી એક પણ વખત આઈપીએલ જીતી નથી શકી. ટીમ એક વાર રનર અપ રહી અને એક વાર ત્રીજા સ્થાન પર આવી હતી. આપને જણાવી દઈએ કે, 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થશે. આની પહેલા ફ્રેન્ચાઈઝી ટીમનું નામ બદલી નાખ્યું છે. આ વખતે હરાજીમાં 292 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. 292 ખેલાડીઓમાં 164 ભારતીય અને 128 વિદેશી ખેલાડીઓ સામેલ છે. વિદેશ ખેલાડીઓમાં સૌથી વધારે ખેલાડી ઓસ્ટ્રેલિયાના છે.