ETV Bharat / sports

IPL 2023: ઓરેન્જ કેપ અને પર્પલ કેપ સહિત કયા ખેલાડીને શું મળ્યું, જાણો ઈનામની રકમ - IPL 2023 orange cap

IPL 2023 award: ઓરેન્જ કેપ શુભમન ગિલના નામ પર રાખવામાં આવી હતી. શુભમન ગિલે 17 મેચમાં 890 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી, મોહમ્મદ શમીએ 17 મેચમાં સૌથી વધુ 28 વિકેટ લીધી

ipl-2023-prize-money-ipl-winner-team-will-award-money-runner-ups-mvp-orange-purple-cap

author img

By

Published : May 30, 2023, 7:00 AM IST

અમદાવાદ: IPL 2023 સિઝનમાં ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગીલે સૌથી વધુ રન બનાવ્યા હતા. આ રીતે ઓરેન્જ કેપ શુભમન ગિલના નામે રાખવામાં આવી હતી. શુભમન ગિલે 17 મેચમાં 890 રન બનાવ્યા હતા. આ સાથે જ ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી હતી. મોહમ્મદ શમીએ 17 મેચમાં સૌથી વધુ 28 વિકેટ લીધી હતી. જ્યારે ગુજરાત ટાઇટન્સના મોહિત શર્મા અને રાશિદ ખાને 27-27 વિકેટ લીધી હતી. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સના પિયુષ ચાવલાએ 22 વિકેટ ઝડપી હતી.

IPL વિજેતા અને હારેલી ટીમને કેટલા પૈસા મળ્યા? મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની CSK એ સતત પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું. IPL વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સને ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા. ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને પણ મોટી રકમ મળી હતી, ગુજરાત ટાઇટન્સને રનર અપ તરીકે 13 કરોડ રૂપિયા મળ્યા હતા.

ઓરેન્જ કેપ- પર્પલ કેપ વિજેતાને કેટલા પૈસા મળ્યા? ઓરેન્જ કેપ વિજેતા ગુજરાત ટાઇટન્સના ખેલાડી શુભમન ગીલને 15 લાખ રૂપિયા મળ્યા હતા. ગુજરાત ટાઈટન્સના પર્પલ કેપ વિજેતા મોહમ્મદ શમીને ઈનામી રકમ તરીકે 15 લાખ રૂપિયા મળ્યા હતા. ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલે 17 મેચમાં 890 રન બનાવ્યા હતા જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી, મોહમ્મદ શમીએ 17 મેચમાં સૌથી વધુ 28 વિકેટ લીધી

પાંચમી વખત ટાઈટલ જીતવામાં સફળ: જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023 સીઝનનો ખિતાબ જીત્યો છે. આ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સંયુક્ત રીતે સૌથી વધુ વખત આઈપીએલ જીતનારી ટીમ બની ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે 5-5 વખત આઈપીએલ ટ્રોફી પર કબજો કર્યો છે.

  1. IPL 2023 Finals : ભારે રસાકસી વચ્ચે ચેન્નાઈ 5 વિકેટથી જીતીને સુપર કિંગ્સ થયું, પાંચમી વાર ચેમ્પિયન
  2. Tata IPL 2023: IPLની 1 મેચ કેન્સલ થાય તો કેટલા કરોડનું નુકસાન થાય ? જાણો
  3. IPL 2023: અમદાવાદ ખાતે ફાઇનલ મેચ જોવા લોકો બેરીકેટ તોડી સ્ટેડિયમમાં ઘુસ્યા, પોલીસ દ્વારા કરાયો લાઠીચાર્જ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.