અમદાવાદ: અગાઉની મેચમાં પંજાબ કિંગ્સ સામે રોમાંચક જીત નોંધાવ્યા પછી, ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી હતી. અત્યાર સુધીમાં, હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સે સંજુ સેમસનની આગેવાની હેઠળની રોયલ્સ સામેની ત્રણેય મેચ જીતી છે. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. અને રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.2 ઓવરમાં 7 વિકેટના નુકસાને 179 રન બનાવ્યા હતા. આમ રાજસ્થાન રોયલ્સે 3 વિકેટથી જીત મેળવી હતી.
ગુજરાત ટાઈટન્સની પ્રથમ બેટિંગઃ સાહા(વિકેટ કિપર) 3 બોલમાં 4 રન, શુભમન ગિલ 34 બોલમાં 45 રન, સાંઈ સુદર્શન 19 બોલમાં 20 રન, હાર્દિક પંડ્યા(કેપ્ટન) 19 બોલમાં 28 રન, મિલર 30 બોલમાં 46 રન, અભિનવ મનોહર 13 બોલમાં 27 રન, રાહુલ તેવટિયા 1 બોલમાં 1 રન(નોટ આઉટ), રાશિદ ખાન 1 બોલમાં 1 રન અને અલઝારી જોસેફ શૂન્ય બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને 6 રન એકસ્ટ્રા મળ્યા હતા. 20 ઓવરને અંતે સાત વિકેટ ગુમાવીને કુલ 177 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સની બોલીંગઃ બોલ્ટ 4 ઓવરમાં 46 રન આપી 1 વિકેટ લીધી હતી. સંદીપ શર્મા 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ઝમ્પા 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ લીધી હતી. અશ્વિન 4 ઓવરમાં 37 રન અને ચહલ 4 ઓવરમાં 36 રન આપી 1 વિકેટ લીધી હતી.
રાજસ્થાન રોયલ્સની બેટિંગઃ યશસ્વી જયસ્વાલ 7 બોલમાં 1 રન, જોશ બટલર 5 બોલમાં શૂન્ય રન, દેવદત્ત પાડિક્કલ 25 બોલમાં26 રન, સંજુ સેમસન(કેપ્ટન અને વિકેટ કિપર) 32 બોલમાં 3 ચોક્કા અને 6 સિક્સ મારીને 60 રન બનાવ્યા હતા. રિયાન પરાગ 7 બોલમાં 5 રન, શિમરન હેટમાયર 26 બોલમાં 2 ચોક્કા અને 5 સિક્સ મારીને 56 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ 10 બોલમાં 18 રન, રવિચંદ્રન અશ્વિન 3 બોલમાં 10 રન, અને બોલ્ટ 1 બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને 3 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 19.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 179 રન બનાવી લીધા હતા અને 3 વિકેટથી જીત હાંસલ કરી હતી.
ગુજરાત ટાઈટન્સ બોલીંગઃ મોહંમદ સામી 4ઓવરમાં 1 મેઈડન 25 રન આપી 3 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા 4 ઓવરમાં 24 રન આપી 1 વિકેટ લીધી હતી. અલઝારી જોસેફ 3 ઓવરમાં 47 રન, રાશિદ ખાન 4 ઓવર નાંખી 46 રન આપ્યા અને 2 વિકેટ ઝડપી હતી. મોહિત શર્મા 2 ઓવરમાં 7 રન આપ્યા હતા. નૂર અહેમદ 2.2 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ લીધી હતી.
પોઈન્ટ્સ ટેબલ (PointsTable) આજની મેચના પરિણામ પછી પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ સાથે હતું. બીજા નંબરે લખનઉ 6 પોઈન્ટ, ત્રીજા નંબરે ગુજરાત ટાઈટન્સ 6 પોઈન્ટ, ચોથા નંબરે પંજાબ કિંગ્સ 6 પોઈન્ટ અને પાંચમાં નંબરે કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 4 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ શૂન્ય પોઈન્ટ હતા.
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સને 11મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો હતો
ગુજરાત ટાઇટન્સના ભાલા રશીદ ખાને 11મી ઓવરના ત્રીજા બોલ પર રિયાન પરાગને 5 રન પર આઉટ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સનો સ્કોર 11 ઓવર પછી (62/4)
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સનો 10 ઓવર પછી સ્કોર (53/3)
આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ગુજરાત ટાઇટન્સથી ઘણી પાછળ છે. ગુજરાત ટાઇટન્સના બોલરો રાજસ્થાનના બેટ્સમેનોને રન બનાવવાની તક આપી રહ્યા નથી. 10 ઓવરના અંતે, સંજુ સેમસન (20) અને રિયાન પરાગ (4) રન બનાવીને ક્રીઝ પર હાજર છે. રાજસ્થાન રોયલ્સને હવે જીતવા માટે 60 બોલમાં 125 રનની જરૂર છે
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સને 9મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો
ગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર રાશિદ ખાને 9મી ઓવરના ત્રીજા બોલ પર દેવદત્ત પડિકલને 26 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સનો સ્કોર 9 ઓવર પછી (50/3)
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સનો 5 ઓવર પછી સ્કોર (20/2)
178 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેણે તેના બંને ઓપનર બેટ્સમેનોની વિકેટ વહેલી ગુમાવી દીધી છે. 5 ઓવરના અંતે, દેવદત્ત પદ્દીકલ (13) અને સંજુ સેમસન (4) રન બનાવીને મેદાન પર હાજર છે.
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સની બીજી વિકેટ ત્રીજી ઓવરમાં પડી હતી
ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ જોસ બટલરને શૂન્યના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સનો સ્કોર 3 ઓવર પછી (4/2)
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સને બીજી ઓવરમાં પહેલો ફટકો લાગ્યો હતો
હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સને પ્રથમ સફળતા અપાવી છે. બીજી ઓવરના ત્રીજા બોલ પર હાર્દિકે યશસ્વી જયસ્વાલને 1 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સનો 2 ઓવર પછી સ્કોર (3/1)
GT vs RR LIVE : ગુજરાત ટાઇટન્સ 20 ઓવર પછી સ્કોર (177/7)
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલે સૌથી વધુ 45 રનની ઇનિંગ રમી હતી.
GT vs RR LIVE : ગુજરાત જાયન્ટ્સને 19મી ઓવરમાં પાંચમો ઝટકો લાગ્યો હતો
રાજસ્થાન રોયલ્સના સ્પિનર એડમ ઝમ્પાએ ઝડપી બેટિંગ કરી રહેલા અભિનવ મનોહરને 27 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સનો સ્કોર 19 ઓવર પછી (166/5)
GT vs RR LIVE : ગુજરાત ટાઇટન્સને 16મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો હતો
રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર સંદીપ શર્માએ 16મી ઓવરના બીજા બોલ પર સારી બેટિંગ કરી રહેલા શુભમન ગિલને 45 રનના અંગત સ્કોર પર જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ 16 ઓવર પછી સ્કોર (125/4)
GT vs RR LIVE : ગુજરાત ટાઇટન્સનો સ્કોર 15 ઓવર પછી (119/3)
ગુજરાત ટાઇટન્સના રન રેટમાં ઘટાડો થયો છે. 15મી ઓવરના અંતે શુભમન ગિલ (43) અને ડેવિડ મિલર (20) રન બનાવીને મેદાન પર છે.
GT vs RR LIVE : ગુજરાત ટાઇટન્સની ત્રીજી વિકેટ 11મી ઓવરમાં પડી હતી.
રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને 11મી ઓવરના ત્રીજા બોલ પર 28 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સનો સ્કોર 11 ઓવર પછી (94/3)
GT vs RR LIVE : ગુજરાત ટાઇટન્સ 10 ઓવર પછી સ્કોર (88/2)
10મી ઓવરના અંત સુધીમાં ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન શુભમન ગિલ (35) અને હાર્દિક પંડ્યા (27) રન બનાવીને મેદાન પર છે. બંને બેટ્સમેન શાનદાર બેટિંગ કરી રહ્યા છે અને ઝડપથી રન બનાવી રહ્યા છે.
GT vs RR LIVE : ગુજરાત ટાઇટન્સને 5મી ઓવરમાં વધુ એક ઝટકો લાગ્યો હતો, સુદર્શન રન આઉટ થયો હતો
5મી ઓવરના છેલ્લા બોલ પર 20 રનના અંગત સ્કોર પર સાઈ સુદર્શન રનઆઉટ થયો હતો. તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર જ ગુજરાત ટાઇટન્સને પહેલો ઝટકો આપ્યો હતો. ગુજરાત ટાઇટન્સનો સ્કોર 5 ઓવર પછી (32/2)
GT vs RR LIVE : ગુજરાત ટાઇટન્સે બેટિંગ શરૂ કરી, ત્રીજા બોલ પર પ્રથમ વિકેટ ગુમાવી
ગુજરાત ટાઇટન્સ તરફથી ઓપનિંગ કરવા માટે રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ મેદાનમાં આવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવર ફેંકી હતી. બોલ્ટે પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર 4 રનના અંગત સ્કોર પર રિદ્ધિમાન સાહાને આઉટ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સનો સ્કોર 1 ઓવર પછી (6/1)
GT vs RR LIVE : ગુજરાત ટાઇટન્સના પ્લેઇંગ-11માં એક ફેરફાર
ગુજરાત ટાઇટન્સે આ મેચ માટે વિજય શંકરની જગ્યાએ અભિનવ મનોહરને પ્લેઇંગ-11માં સામેલ કર્યો છે.
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સના પ્લેઇંગ-11માં બે ફેરફાર
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ-11માં ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ અને સ્ટાર બેટ્સમેન રિયાન પરાગની વાપસી થઈ છે.
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગુજરાત ટાઇટન્સે સાત વિકેટથી જીત મેળવી હતી: IPL 2022માં પદાર્પણ કરી રહેલી ગુજરાત ટાઇટન્સે 11 બોલ બાકી રહેતા સાત વિકેટથી જીત મેળવી હતી. હાલમાં ટીમ છ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ્સ પાસે પણ છ પોઈન્ટ છે, પરંતુ નેટ રનરેટના આધારે ત્રણેય ટીમો અલગ-અલગ સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ બેટિંગ અને બોલિંગની દ્રષ્ટિએ સમાન રીતે મેળ ખાતી ટીમો છે, પરંતુ ટાઇટન્સ ગયા વર્ષે તેમના હરીફો સામે ત્રણ જીતથી ઉત્સાહિત છે. બીજી તરફ રોયલ્સ આ સિલસિલાને તોડવા આતુર હશે.
પાવરપ્લેમાં બટલરનો સ્ટ્રાઈક રેટ: બંને ટીમોના મુખ્ય ખેલાડીઓ લગભગ ત્યાં છે અને જે ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દબાણને વધુ સારી રીતે હેન્ડલ કરશે તે વિજયી બનશે. રાજસ્થાન પાસે ટોચના ક્રમમાં યશસ્વી જયસ્વાલ, જોસ બટલર અને સેમસન છે જેમણે પાવરપ્લેનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો છે. પાવરપ્લેમાં બટલરનો સ્ટ્રાઈક રેટ 196.6 છે. અને પાવરપ્લે ઓવરોમાં જયસ્વાલનો સ્ટ્રાઈક રેટ 184 છે. રોયલ્સ પાસે દેવદત્ત પદ્દીકલ, રવિચંદ્રન અશ્વિન, શિમરોન હેટમાયર અને જેસન હોલ્ડર સાથે તેમની બેટિંગ લાઇન અપમાં પુષ્કળ ઊંડાણ છે.
IPL 2023: વિરાટ કોહલીનો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હલ્લાબોલ, IPLમાં એક જ સ્થળે સૌથી વધુ રન પૂરા કર્યા
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સારું પ્રદર્શન: બોલિંગમાં તેનો ઈકોનોમી રેટ અત્યાર સુધી 7 છે. 3, જે શ્રેષ્ઠ કહી શકાય. તેમના ટોચના ત્રણ સ્પિનરો એડમ ઝમ્પા, અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સારું પ્રદર્શન કર્યું હતું. ચેન્નાઈ સામે ત્રણ રનથી મળેલી જીત બાદ ફરી એ જ બોલિંગ કોમ્બિનેશનનો ઉપયોગ થાય છે કે કેમ તે જોવું રહ્યું. રાજસ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સને મોટા માર્જિનથી હરાવ્યા હતા, પરંતુ ચેન્નાઈ સામેની જીત નજીક હતી. હવે તેની પાસે ગુજરાતના રૂપમાં આ સિઝનનો સૌથી મુશ્કેલ પડકાર છે.
છેલ્લી ઓવરમાં પાંચ છગ્ગા: ગુજરાતમાં કૃણાલ પંડ્યા, ડેવિડ મિલર, શુભમન ગિલ, સાઈ સુદર્શન, વિજય શંકર અને મોહિત શર્મા જેવા ખેલાડીઓ છે. શંકરે કેકેઆર સામે 24 બોલમાં 63 રન બનાવ્યા હતા, પરંતુ રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં યશ દયાલને પાંચ છગ્ગા ફટકારીને કેકેઆરને ચમત્કારિક જીત અપાવી હતી. ગુજરાતે દયાલના સ્થાને 34 વર્ષીય મોહિતને ટીમમાં સામેલ કર્યો, જેણે ચાર ઓવરમાં 18 રન આપીને બે વિકેટ ઝડપીને તેની ટીમને પંજાબ સામે જીત અપાવી.
kedar jadhav on ms dhoni: ધોની તેની છેલ્લી IPL સિઝન રમી રહ્યો, પછી આ હશે CSKનો કેપ્ટન
ગુજરાત ટાઇટન્સ : હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, કોના ભરત, રિદ્ધિમાન સાહા, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, મોહમ્મદ શમી, પ્રદીપ સાંગવાન, આર સાઈ કિશોર, વિજય શંકર, સાઈ સુદર્શન, રાશિદ ખાન, શિવમ માવી, મેથ્યુ વેડ, ઓડિયન સ્મિથ, ઉર્વિલ પટેલ, દર્શન નલકાંડે, ડેવિડ મિલર, યશ દયાલ, જયંત યાદવ, નૂર અહેમદ અને અલઝારી જોસેફ.
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (સી), અબ્દુલ બાસિત, મુરુગન અશ્વિન, રવિચંદ્રન અશ્વિન, કેએમ આસિફ, ટ્રેન્ટ બોલ્ટ, જોસ બટલર, કેસી કરિઅપ્પા, યુઝવેન્દ્ર ચહલ, ડી ફરેરા, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, ઓબેદ મેકકોય, દેવદત્ત પાન , રિયાન પરાગ, કુણાલ સિંહ રાઠોડ, જો રૂટ, નવદીપ સૈની, સંદીપ શર્મા, કુલદીપ સેન, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ, એડમ ઝમ્પા.
મેચનો સમય: સાંજે 7.30 કલાકે