ETV Bharat / sports

KKR Vs RCB IPL 2023 : બેંગ્લુરુ સામે કોલકત્તા નાઈટ રાઈડર્સ 81 રને જીતી - KKR vs RCB

IPL 2023ની 9મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાઇ રહી હતી. RCB એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં કોલકતાની શરુઆત ખરાબ જોવા મળી હતી, પાવરપ્લેમાં જ 3 વિકેટ પડી ચુકી હતી. પરંતુ મિડલ ઓર્ડરના બેસ્ટમેનના સારા પ્રદર્શનના કારણે કોલકત્તાએ 20 ઓવરમાં 204 રન બનાવ્યા હતા. તેની સામે બેગ્લુરું 17.4 ઓવરમાં 123 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સે 81 રને જીત મેળવી હતી.

Etv BharatIPL 2023
Etv BharatIPL 2023
author img

By

Published : Apr 6, 2023, 12:18 PM IST

Updated : Apr 6, 2023, 11:45 PM IST

નવી દિલ્હી: કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે આજે મેચ રમાઇ રહી હતી. જેમાં RCBએ ટોસ જીતીને KKRને પ્રથમ બેટીંગ કરવા માટે કહ્યું હતું. કલકત્તાના ઈડન ગાર્ડનમા સાંજે 7:30 વાગ્યાથી મેચની શરુઆત થઇ ચુકી છે. કોલકતાએ પ્રથમ બેટીંગ કરતા બેંગ્લુરુને જીત માટે 205 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કોલકતા તરફથી સૌથી વધું રન શાર્દુલએ 29 બોલમાં 68 રન બનાવ્યા હતા, જેણે 9 ચોક્કા અને 3 સિક્સ મારી હતી. બેંગ્લુરુની ટીમનું પ્રદર્શન નબળું રહ્યું હતું. 17.4 ઓવરમાં જ 123 રન બનાવીને ટીમ ઑલ આઉટ થઈ ગઈ હતી.

કોલકતાની બેટીંગ : કોલકત્તાએ પ્રથમ બેટીંગ કરતા 204 રન બનાવ્યા હતા. જેમાં ગુરબાજે 44 બોલમાં 57 રન, ઐયરે 7 બોલમાં 3 રન, મનદિપે 1 બોલમાં 0 રન, નિતિશ રાણાએ 5 બોલમાં 1 રન, રિંકુ સિંઘે 33 બોલમાં 46 રન, રસલ 1 બોલમાં 0 રન, ઠાકુરએ 29 બોલમાં 68 રન, નારાયણ 1 બોલમાં 0 રન (અણનમ) અને ઉમેશએ 2 બોલમાં 6 રન (અણનમ) બનાવ્યા હતા.

બેંગ્લુરુની બોલિંગ: બેંગ્લુરુની ટીમે પ્રથમ બોલિંગ કરતા 7 વિકેટ ઝડપી હતી. જેમાં સિરાજે 4 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ, વિલેયએ 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ, અક્ષદિપે 2 ઓવરમાં 30 રન આપીને 0 વિકેટ, બ્રેકવેલે 3 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ, સહબાજે 1 ઓવરમાં 6 રન આપીને 0 વિકેટ, કરણએ 3 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ અને હર્શલએ 3 ઓવરમાં 38 રન આપીને 1 વિકેટ લિધી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની બેટિંગઃ વિરાટ કોહલીએ 18 બોલમાં 21 રન બનાવ્યા હતા. ડુ પ્લેસિસ(કેપ્ટન) 12 બોલમાં 23 રન, મિશેલ બ્રાસવેલ 18 બોલમાં 19 રન, ગ્લેન મેક્સવેલ 7 બોલમાં 5 રન, હર્ષલ પટેલ 2 બોલમાં શૂન્ય રન, શાહબાઝ અહેમદ 5 બોલમાં એક રન, દિનેશ કાર્તિક(વિકેટ કિપર) 8 બોલમાં 9 રન, અનુજ રાવત 5 બોલમાં 1 રન, ડેવિડ વીલે 20 બોલમાં 20 રન(નોટ આઉટ) કર્ણ શર્મા 3 બોલમાં એક રન અને આકાશ દીપ 8 બોલમાં 17 રન બનાવ્યા હતા. તેમજ ટીમને 6 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ બેંગ્લોરની ટીમ 17.4 ઓવરને અંતે 123 રનમાં ઑલ આઉટ થઈ હતી.

કોલકત્તાની બોલીંગઃ કોલકત્તા નાઈટ રાઈડર્સની બોલીંગ પર એક નજર કરીએ તો ઉમેશ યાદવ 2 ઓવરમાં 17 રન આપ્યા હતા. ટિમ સાઉથી 2 ઓવરમાં 25 રન આપ્યા હતા. સુનિલ નરિને 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તી 3.4 ઓવરમાં 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. સુયશ શર્મા 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ અને શાર્દુલ ઠાકુર 2 ઓવરમાં 15 રન આપી એક વિકેટ લીધી હતી. આમ વરુણ ચક્રવર્તીની બોલીંગ શ્રેષ્ઠ રહી હતી, જેને કારણે જ બેંગ્લોરની ટીમ સસ્તામાં ઓલ આઉટ થઈ ગઈ હતી અને કોલકત્તા નાઈટ રાઈડર્સ જીતી શક્યું હતું.

પોઈન્ટ ટેબલ (Points Table) ગુજરાત ટાઈટન્સ 4 પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજા નંબરે પંજાબ કિગ્સના 4 પોઈન્ટ છે. ત્રીજા નંબરે કોલકત્તા નાઈટ રાઈડર્સ આજની મેચ જીત્યા પછી 2 પોઈન્ટ મળ્યા છે. ચોથા નંબરે રાજસ્થાન રોયલ્સ 2 પોઈન્ટ અને પાંચમાં નંબરે લખનઉ સુપર જાયન્ટ્સે 2 પોઈન્ટ મેળવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 2 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 2 પોઈન્ટ, દિલ્હી કેપિટલ્સ શૂન્ય પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ શૂન્ય પોઈન્ટ અને સનરાઈઝર્સ હૈદરાબાદ શૂન્ય પોઈન્ટ સાથે છેલ્લા ક્રમે છે.

બંન્ને ટીમોનું IPL 2023માં પ્રદર્શન: MIએ આ મેચમાં 20 ઓવરમાં સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. 172 રનના ટાર્ગેટનો પીછો રોયલ્સે 16.2 ઓવરમાં કરી લીધો હતો. જ્યાં RCBએ IPL અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી, ત્યાં KKRને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 1 એપ્રિલના રોજ, KKR ને પંજાબ કિંગ્સ દ્વારા મોહલીમાં ડકવર્થ-લુઈસ પદ્ધતિના આધારે 7 રનથી હરાવ્યું હતું. પંજાબ તરફથી ભાનુકા રાજપક્ષેએ 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન શિખર ધવને પણ 40 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: Sai Sudarshan Vijay Shankar Interview: આ ખેલાડી ગુજરાત માટે અડીખમ બન્યો, હારી ગયેલી રમતને જીતમાં બદલી

બંન્ને ટીમો આમને સામને: છેલ્લી પાંચ મેચોમાં RCBએ KKR પર પ્રભુત્વ જમાવ્યું છે. આરસીબીએ ત્રણ મેચ જીતી છે. કેકેઆરએ બે મેચ જીતી છે. IPL 2023માં KKR અને RCB વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે. RCBનો ડેશિંગ બેટ્સમેન વિરાટ કોહલી જબરદસ્ત ફોર્મમાં છે. કોહલીએ મુંબઈ સામે 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ રંગીન છે. ફાફે પ્રથમ મેચમાં 73 રનની મોટી ઇનિંગ રમી હતી. જો રાણા મેચ જીતવા માંગે છે, તો તે ફાફ અને વિરાટનો ઝડપથી નિકાલ કરવા માંગે છે.

આ પણ વાંચો: PKBS Raj Angad Bawa Injured: પંજાબ કિંગ્સમાં મોટો ફેરફાર, 2 કરોડ બેટ્સમેનના સ્થાને 20 લાખનો ઓલરાઉન્ડર

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ: નીતિશ રાણા (કેપ્ટન), મનદીપ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ, રિંકુ સિંહ, શાર્દુલ ઠાકુર, આન્દ્રે રસેલ, ટિમ સાઉથી, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત ટીમ: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માઈકલ બ્રેસવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, કર્ણ શર્મા, હર્ષલ પટેલ, આકાશ દીપ, રીસ ટોપલી, મોહમ્મદ સિરાજ.

Last Updated : Apr 6, 2023, 11:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.