અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 51મી મેચ પોઇન્ટ ટેબલમાં નંબર વન ટીમ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ગુજરાતની ટીમે 20 ઓવરમાં 2 વિકેટે 227 રન બનાવ્યા હતા અને લખનઉને જીતવા માટે 228 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ ટીમને 56 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
GTની બોલિંગ : ગુજરાતની ટીમે બેટીંગ પછી બોલિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ઝડપીને જીત હાંસિલ કરી હતી. જેમાં મોહમ્મદ શામીએ 4 ઓવરમાં 1 વિકેટ, હાર્દિક પાંડ્યાએ 3 ઓવરમાં 0 વિકેટ, રાશીદ ખાને 4 ઓવરમાં 1 વિકેટ, નુરએ 4 ઓવરમાં 1 વિકેટ, મોહિત શર્માએ 4 ઓવરમાં 4 વિકેટ અને જોશેફએ 1 ઓવરમાં 0 વિકેટ લિધી હતી.
LSGની બેટીંગ : લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. જેમાં માયર્સે 48 રન, ડિ.કોકએ 70 રન, દિપક હુડ્ડાએ 11 રન, સ્ટોઇનિસએ 4 રન, પૂરણએ 3 રન, બદોનીએ 21 રન, સ્વાપનિલએ 2 રન (અણનમ), કૃણાલ પાંડ્યાએ 0 રન અને બિશ્નોઇએ 4 રન (અણનમ) બનાવ્યા હતા.
GTની બેટીંગ : ગુજરાત ટાઇટન્સની ટીમે 20 ઓવરમાં ફક્ત 2 વિકેટ ગુમાવીને 227 રન ફટકાર્યા હતા. જેમાં વિદ્ધીમાન શાહએ 43 બોલમાં 81 રન, શુભમન ગિલએ 51 બોલમાં 94 રન (અણનમ), હાર્દિક પાંડ્યાએ 15 બોલમાં 25 રન અને મિલરએ 12 બોલમાં 21 રન (અણનમ) બનાવ્યા હતા.
LSGની બોલિંગ : લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા 20 ઓવકમાં 227 રન આપીને ફક્ત 2 જ વિકેટ લિધી હતી. જેમાં મોહસિન ખાનએ 3 ઓવરમાં 1 વિકેટ, આવેશ ખાનએ 4 ઓવરમાં 1 વિકેટ, કૃણાલ પાંડ્યાએ 4 ઓવરમાં 0 વિકેટ, યષ ઠાકુકએ 4 ઓવરમાં 0 વિકેટ, રવિ બિશ્નોઇએ 2 ઓવરમાં 0 વિકેટ, માયેર્સએ 1 ઓવરમાં 0 વિકેટ, સ્વાપ્નિલએ 1 ઓવરમાં 0 વિકેટ અને સ્ટોઇનિશએ 1 ઓવરમાં 0 વિકેટ લિધી હતી.