નવી દિલ્હીઃ અજિંક્ય રહાણે લાંબા સમયથી ક્રિકેટમાં પોતાના ખરાબ સમયનો સામનો કરી રહ્યો હતો. પરંતુ હવે તેણે IPL 2023ની 12મી મેચમા મુંબઈ સામે ધમાકેદાર બેટીંગ કરીને સૌને ચોકાવી દિધા છે. એમએસ ધોનીની કપ્તાની હેઠળ રહાણેએ આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સમાં પ્રવેશ કર્યો અને પોતાને એક સારા ખેલાડી તરીકે સાબિત કર્યો હતો. 8 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, CSK એ રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સને 11 બોલ બાકી રહેતા 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પોતાની આક્રમક બેટિંગનો નજારો રજૂ કરતા રહાણેએ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ઇનિંગે રહાણેની ડૂબતી કારકિર્દીને નવી દિશા આપી છે.
19 બોલમાં અડધી સદી ફટકારી: ઈન્ડિયન પ્રીમિયર લીગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો શેર કર્યો છે. આમાં, બંને ખેલાડીઓ CSKની ત્રીજી મેચમાં તેમના પ્રદર્શન વિશે વાત કરતા જોવા મળે છે. IPL 2023 માં, CSK એ મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવીને તેની ત્રીજી મેચ જીતી લીધી છે. આ મેચમાં અજિંક્ય રહાણેએ તોફાની ઇનિંગ્સ રમીને 19 બોલમાં અડધી સદી ફટકારી છે, જે IPLની આ સિઝનમાં અત્યાર સુધીની સૌથી ઝડપી ફિફ્ટી છે. રહાણેએ 225.92ની સ્ટ્રાઈક રેટ રમતા 27 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. આ સાથે જ આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ પોતાની બોલિંગથી તબાહી મચાવી છે. જાડેજાએ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી છે. આ લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધીમાં 3 મેચ રમી છે, જેમાંથી તેણે બે મેચ જીતી છે.
આ પણ વાંચો: Dhoni Praised CSK Bowlers : ધોનીની ધમકી બાદ બોલરો ચમક્યા, IPLમાં બીજી જીતથી ખુશ કેપ્ટન
IPL 2023ની હરાજીમાં રહાણેને બીજી તક મળી: ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા રહાણેએ પકડ્યો પેસ અજિંક્ય રહાણે હવે 34 વર્ષનો થઈ ગયો છે. તેણે તેની IPL કારકિર્દીમાં વર્ષ 2021 અને 2022માં માત્ર 9 મેચ રમી છે. રહાણેના ખરાબ ફોર્મના કારણે તેને દિલ્હી કેપિટલ્સ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. IPL 2023ની હરાજીમાં રહાણેને બીજી તક મળી, આ હરાજીમાં તેને ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ લગભગ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો. પરંતુ હવે રહાણે સામે આ વર્ષે આઈપીએલમાં પોતાને સાબિત કરવાનો પડકાર હતો, જે તેણે સારી રીતે પૂર્ણ કર્યો છે.
-
From a glittering first game in #CSK colours 💛 to the secret ingredient behind Jadeja's stunning catches 😎
— IndianPremierLeague (@IPL) April 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Match-winners @imjadeja & @ajinkyarahane88 sum up a delightful Wankhede win 👌👌 - By @Moulinparikh
Full Interview 🎥🔽 #TATAIPL | #MIvCSK https://t.co/GPltQkGaza pic.twitter.com/9nl9cmvPGz
">From a glittering first game in #CSK colours 💛 to the secret ingredient behind Jadeja's stunning catches 😎
— IndianPremierLeague (@IPL) April 9, 2023
Match-winners @imjadeja & @ajinkyarahane88 sum up a delightful Wankhede win 👌👌 - By @Moulinparikh
Full Interview 🎥🔽 #TATAIPL | #MIvCSK https://t.co/GPltQkGaza pic.twitter.com/9nl9cmvPGzFrom a glittering first game in #CSK colours 💛 to the secret ingredient behind Jadeja's stunning catches 😎
— IndianPremierLeague (@IPL) April 9, 2023
Match-winners @imjadeja & @ajinkyarahane88 sum up a delightful Wankhede win 👌👌 - By @Moulinparikh
Full Interview 🎥🔽 #TATAIPL | #MIvCSK https://t.co/GPltQkGaza pic.twitter.com/9nl9cmvPGz
આ પણ વાંચો: SRH vs PBKS IPL 2023: આજે 7.30 કલાકે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો
રહાણેને મોઈનની જગ્યાએ ટીમમાં રમવાની તક મળી: રહાણેને ચેન્નાઈની 2 શરૂઆતી મેચમાં તક મળી ન હતી, તેને આ તક 8 એપ્રિલે ચેન્નાઈની ત્રીજી મેચમાં મળી હતી. કારણ કે ત્રીજી મેચ પહેલા CSKના મોઈન અલીની તબિયત બગડી ગઈ હતી. આ પછી રહાણેને મોઈનની જગ્યાએ ટીમમાં રમવાની તક મળી. રહાણે આઈપીએલમાં ઘણી ફ્રેન્ચાઈઝી માટે રમ્યો છે. જેમાં તેણે દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે પણ કેપ્ટનની ભૂમિકા ભજવી છે.