ETV Bharat / sports

IPL 2021: જોસ બટલર, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં શામેલ - જોસ બટલર, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં શામેલ

બટલર, સ્ટોક્સ અને લિવિંગસ્ટોન તાજેતરમાં ભારત સામે ત્રણ મેચની વનડે સીરીઝમાં ભાગ લીધો હતો. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમે ત્રીજી વનડેમાં રવિવારે ઇંગ્લેન્ડને સાત રનથી હરાવીને ત્રણ મેચની સીરીઝ 2-1થી જીતી લીધી હતી.

IPL 2021
IPL 2021
author img

By

Published : Mar 30, 2021, 10:56 AM IST

જોસ બટલર, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં શામેલ

RR તેની પ્રથમ મેચ 12 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ સામે રમશે

ભારતે ઈંગ્લેન્ડને સાત રનથી હરાવી સીરીઝ 2-1થી પોતાને નામ કરી હતી

મુંબઈ: ઇંગ્લેન્ડના ખેલાડીઓ જોસ બટલર, બેન સ્ટોક્સ અને લિયામ લિવિંગસ્ટોન સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના ​​રાજસ્થાન રોયલ્સ (RR) કેમ્પમાં જોડાયા હતા.

આ પણ વાંચો: IPL-2021: MI અને RCB વચ્ચે 9 એપ્રિલે પ્રથમ મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ

જોસ બટલર, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં શામેલ

બટલર, સ્ટોક્સ અને લિવિંગસ્ટોન તાજેતરમાં ભારત સામે ત્રણ મેચની વનડે સીરીઝમાં ભાગ લીધો હતો. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમે ત્રીજી વનડેમાં રવિવારે ઇંગ્લેન્ડને સાત રનથી હરાવીને ત્રણ મેચની સીરીઝ 2-1થી જીતી લીધી હતી.

RR તેની પ્રથમ મેચ 12 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ સામે રમશે

રાજસ્થાન રોયલ્સએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ઈંગ્લેન્ડના આ ત્રણ ખેલાડીઓને વનડે સીરીઝની સમાપ્તિ બાદ ટીમની હોટલમાં જતાં જોઇ શકાય છે. રાજસ્થાન રોયલ્સ તેની પહેલી મેચ 12 એપ્રિલના રોજ મુંબઈમાં પંજાબ કિંગ્સ સામે રમશે.

આ પણ વાંચો: ઇજાના કારણે શ્રેયસ ઐયર 2021ની IPLમાં નહીં રમી શકે

લીગ સ્ટેજની કુલ 56 મેચ રમાશે

BCCI દ્વારા IPLનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. IPLના ટાઈમ ટેબલ પ્રમાણે લીગ રાઉન્ડના દરેક મેચ ચાર સ્થળો પર રમાશે. લીગ સ્ટેજની કુલ 56 મેચ રમાશે. જેમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકતા અને બેગ્લોરમાં 10-10 જ્યારે અમદાવાદ અને દિલ્હીમાં 8-8 મેચ રમાશે.

11 દિવસ બે-બે મેચ રમાશે

BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં જણાવ્યું કે, ગત વર્ષે UAEમાં તમામ સુરક્ષા પ્રોટોકોલની સાથે ટૂર્નામેન્ટનું સુરક્ષિત અને સફળ આયોજન બાદ BCCI હવે દેશમાં તમામ ખેલાડિયો અને ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા લોકોના સ્વાસ્થ્ય અને સલામતીની સાથે IPLનું આયોજન કરવા માટે સક્ષમ છે. આ વર્ષે આઈપીએલમાં 11 દિવસ બે-બે મેચ રમાશે. દિવસના મેચ બપોરે 3:30 વાગ્યાથી જ્યારે રાત્રીના મેચ 7:30 વાગ્યાથી શરૂ થશે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે, લીગ સ્ટેજ દરમિયાન દરેક ટીમ ફક્ત ત્રણ વખત જ યાત્રા કરીને પોતાની મેચ પૂરી કરી લેશે તે પ્રમાણે ટૂર્નામેન્ટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આવન-જાવન ઓછી થશે અને જોખમ પણ ઓછું રહેશે. IPLની શરૂઆતની મેચમાં દર્શકોને એન્ટ્રી આપવામાં નહી આવે, જો પરિસ્થિતિ સારી રહી તો સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી આપવામાં આવી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.