ETV Bharat / sports

બાંગ્લાદેશ Vs ભારત બીજી વન ડે:બીજી ODIમાં બાંગ્લાદેશે ભારતને 5 રને હરાવ્યું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ વન-ડે સિરીઝ રમાઈ રહી(Bangladesh Vs India Second ODI) છે. જેમાં આજે બીજી મેચ મીરપુરમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 271 રન બનાવ્યા હતા. જેમા મેહિદી હસનની દમદાર સદી, મહમુદુલ્લાહના 77 રન જયારે ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

Etv Bharatબાંગ્લાદેશ Vs ભારત બીજી વન ડે
Etv Bharatબાંગ્લાદેશ Vs ભારત બીજી વન ડે
author img

By

Published : Dec 7, 2022, 12:27 PM IST

Updated : Dec 7, 2022, 8:21 PM IST

ઢાંકા: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ વન-ડે સિરીઝ રમાઈ રહી (Bangladesh Vs India Second ODI)છે. જેમાં આજે બીજી મેચ મીરપુરમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. શાહબાઝ અહેમદ અને કુલદીપ સેનની જગ્યાએ અક્ષર પટેલ અને ઉમરાન મલિકને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું છે.

272 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા: જેમાં બાંગ્લાદેશે આપેલા 272 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. ઇબાદત હુસૈને વિરાટ કોહલીને 5 રને જ્યારે મુશ્તફિઝુર રહેમાને શિખર ધવનને 8 રને આઉટ કર્યો હતો. તો નંબર-4 પર ઉતારેલા વોશિંગ્ટન સુંદર પણ ખાસ ચાલ્યો નહોતો અને તે 11 રને શાકિબની બોલિંગમાં આઉટ થયો હતો. તો કેએલ રાહુલ પણ ચાલ્યો નહોતો અને તે મહેદી હસનની બોલિંગમાં 14 રને આઉટ થયો હતો.

મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ઉગારવાનો પ્રયાસ: શ્રેયસ અય્યરે ફરી એકવાર મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ઉગારવાનો પ્રયાસ કર્યો છે. અને વન-ડે કરિયરની 14મી હાફ સેન્ચુરી ફટકારી છે. શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ વચ્ચે 100+ રનના પાર્ટનરશિપ થઈ હતી. જોકે આ પાર્ટનરશિપ બહુ લાંબી ચાલી નહોતી અને અય્યર 82 રને આઉટ થયો હતો. તો અક્ષર પટેલ પણ શાનદાર 56 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી શાર્દૂલ ઠાકુર પણ 7 રને આઉટ થયો હતો. દીપક ચહર પણ ઈજાગ્રસ્ત છે. તેણે માત્ર 3 ઓવર જ નાખી હતી. તે 11 રને આઉટ થયો હતો.

બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને 272 રનનો ટાર્ગેટ આપ્યો: બાંગ્લાદેશની ટીમ એક તબક્કે 69/6 પર હતી, ત્યાંથી મેહદી હસન મિરાજ અને મહમદુલ્લાહ વચ્ચે 148 રનના રેકોર્ડ પાર્ટનરશિપ થઈ હતી. અને ટીમને સંગીન સ્થિતિમાં લાવી દીધું હતું. બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટે 271 રન બનાવ્યા હતા. મેહદી હસન મિરાજે ફરી એકવાર પોતાની ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાં ઊગારીને મહમદુલ્લાહ સાથે શાનદાર પાર્ટનરશિપ કરી હતી. અને 83 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. મહમદુલ્લાહે 96 બોલમાં 77 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી વોશિંગ્ટન સુંદરે 3, જ્યારે ઉમરાન અને સિરાજને 2-2 વિકેટ મળી હતી.

રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ફિલ્ડિંગ કરતી વખતે અંગૂઠામાં ઈજા પહોંચી હતી. આના કારણે તેમને હાલ સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. BCCIની મેડિકલ ટીમ પણ તેમની સતત દેખરેખ હેઠળ છે.

  • Update: India Captain Rohit Sharma suffered a blow to his thumb while fielding in the 2nd ODI. The BCCI Medical Team assessed him. He has now gone for scans. pic.twitter.com/LHysrbDiKw

    — BCCI (@BCCI) December 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બન્ને ટીમની પ્લેઇંગ-11
બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), અનામુલ હક, શાકિબ અલ હસન, મુશ્ફિકર રહીમ (વિકેટીકપર), મહમદુલ્લાહ, અફિફ હુસૈન, યાસીર અલી, મેહદી હસન મિરાજ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન અને ઇબાદત હુસૈન.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, ઉમરાન મલિક, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર અને મોહમ્મદ સિરાજ.

  • A look at our Playing XI for the 2nd ODI.

    Kuldeep Sen complained of back stiffness following the first ODI on Sunday. The BCCI Medical Team assessed him and has advised him rest. He was not available for selection for the 2nd ODI.#BANvIND pic.twitter.com/XhQxlQ6aMZ

કોહલી બાંગ્લાદેશમાં વન-ડેમાં 1000 રન બનાવવાથી માત્ર 21 રન દૂર છે
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 17 વન-ડે મેચ રમી છે. જેમાં તેમણે 75.30ની એવરેજથી 979 રન બનાવ્યા છે. જો તેઓ 21 રન બનાવશે, તો તેઓ બાંગ્લાદેશમાં વન-ડેમાં 1000 રન પૂરા કરશે. આવું કરનાર તેઓ બીજો વિદેશી બેટર્સ બની જશે. કોહલી પહેલા શ્રીલંકાના કુમાર સંગાકારા આ કારનામું કરી ચુક્યા છે. તેમણે 21 મેચમાં 1045 રન બનાવ્યા છે. હાલમાં, વિરાટ બાંગ્લાદેશ સામે વન-ડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.

Last Updated : Dec 7, 2022, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.