ETV Bharat / sports

KKRના પૂર્વ ખેલાડી હેરી ગર્નીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી - સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત

વર્ષ 2019માં IPLની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં ટીમનો ભાગ રહેલા 34 વર્ષીય હેરી ગર્નીએ ખભામાં ઈજા થતા ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ KKR ટીમે પણ ટ્વિટ કરી ગર્ની માટે પ્રાર્થના કરી છે. આ સાથે જ સારી યાદગીરી આપવા બદલ KKR ટીમે ગર્નીનો આભાર વ્યક્ત કર્યો હતો.

KKRના પૂર્વ ખેલાડી હેરી ગર્નીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

author img

By

Published : May 15, 2021, 12:50 PM IST

  • ગર્ની ઈંગ્લેન્ડ માટે 10 વન ડે અને 2 ટી-20 ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ રમ્યો
  • ખભાની ઈજાથી નિરાશ થઈને હેરી ગર્નીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
  • હેરી ગર્નીએ સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો

નવી દિલ્હીઃ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ડાબા હાથના ઝડપી બોલર હેરી ગર્નીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. ગર્નીને ખભામાં ઈજા થતા તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે. ગર્ની વર્ષ 2014માં ઈંગ્લેન્ડ માટે 10 વન ડે અને 2 ટી-20 ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં રમ્યો હતો.

આ પણ વાંચોઃ T-20 વર્લ્ડ કપ ફાઈનલના હિરો ઈરફાન પઠાણે કરી નિવૃત્તિની જાહેરાત

ખભામાં થયેલી ઈજાથી ખૂબ જ નિરાશ છુંઃ ગર્ની

ગર્નીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, મારા ખભામાં થયેલી ઈજાથી હું ખૂબ જ નિરાશ થયો છું. એટલે મેં ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેણે પોતાનો અનુભવ લખતા કહ્યું હતું કે, તેણે પહેલી વખત 10 વર્ષનો હતો. તે સમયે ક્રિકેટનો બોલ પકડ્યો હતો.

આ પણ વાંચોઃ ક્રિકેટર પાર્થિવ પટેલની નિવૃત્તિની જાહેરાત પર રિલાયન્સ ગ્રુપના પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ આપી પ્રતિક્રિયા

અમને સારી યાદગીરી આપવા બદલ ગર્નીનો આભાર: KKR

ગર્નીની નિવૃત્તિની જાહેરાત પર KKR ટીમે પણ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, અમને સારી યાદગીરી આપવા બદલ ગર્નીનો આભાર અને અમે ગર્ની માટે પ્રાર્થના કરીએ છીએ. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં ગર્નીએ જણાવ્યું હતું કે, ઈડન ગાર્ડનમાં 70,000 લોકોની વચ્ચે ક્રિકેટ રમવું એ મારા જીવનનો અદભૂત અનુભવ હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.