- IPLનું સુરક્ષિત આયોજન કરવા BCCIએ 100 સભ્યોની મેડીકલ ટીમ બનાવી
- બીસીસીઆઈએ સતત બીજા વર્ષે યુએઈની વીપીએસ હેલ્થકેરને પાર્ટનર બનાવ્યું છે
- આ લીગ સમયે ઈમરજન્સી મેડિકલ સર્વિસ, સ્પોર્ટ્સ માટેની દવા તથા તેનો સપોર્ટ, ડોક્ટર ઓન કોલ, એમ્બ્યુલેન્સ, એર એમ્બ્યુલેન્સની સુવિધા ઉપબબ્ધ કરાવશે
- એટલે કે હવે દરરોજ 200 ટેસ્ટ થશે અને એર એમ્બુલન્સ પણ ઉપલબ્ધ રહેશે
ન્યૂઝ ડેસ્કઃ આઈપીએલનું સુરક્ષિત આયોજન કરવા બીસીસીઆઈએ સતત બીજા વર્ષે યુએઈની વીપીએસ હેલ્થકેરને પાર્ટનર બનાવ્યું છે. તે લીગ સમયે ઈમરજન્સી મેડિકલ સર્વિસ, સ્પોર્ટ્સ માટેની દવા તથા તેનો સપોર્ટ, ડોક્ટર ઓન કોલ, એમ્બ્યુલેન્સ, એર એમ્બ્યુલેન્સની સુવિધા ઉપબબ્ધ કરાવશે. તેમણે સ્પોર્ટ્સની દવાઓ અને કોવિડ-19 મેનેજમેન્ટ માટે 100 સભ્યોની ટીમ બનાવી છે, જે ખેલાડીઓ અને અન્ય લોકોની મદદ કરશે. દરેક મેચ માટે સ્ટેડિયમમાં 2 મેડીકલ ટીમ હાજર રહેશે.
આ પણ વાંચો- પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ક્રિસ ગેઈલ પર આપ્યું નિવેદન, ગેઈલ જેવા ખેલાડીને ઓપનિંગમાં મોકલવો જોઈએ
ટૂર્નામેન્ટ સમયે 30,000 કોરોના ટેસ્ટ થશે
આ ટીમમાં ડોક્ટર્સ, નર્સ, પેરામેડીક્સ અને લેબ ટેક્નિશિયન હશે. બીજા તબક્કામાં ઓછી મેચ હોવા છતાં કોવિડ ટેસ્ટ થશે. ખેલાડીઓના યુએઈ (UAE) પહોંચ્યા પહેલા દુબઈ અને અબુધાબીની 14 હોટલના લગબગ 750થી વધુ સ્ટાફનો ટેસ્ટ થયો હતો. નવા કોવિડ પ્રોટોકોલ પ્રમાણે, બધા ખેલાડીઓ અને ઓફિશિયલ્સનો દર ત્રીજા દિવસે ટેસ્ટ થશે. ટૂર્નામેન્ટ સમયે 30,000 કોરોના ટેસ્ટ થશે. તો સુરક્ષિત બાયોબબલને વધુ સુરક્ષિત રાખવા માટે નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ લીગ પુરી થાય ત્યા સુધી તે જ 14 હોટલમાં રોકાશે, જે હોટલમાં ખેલાડીઓ રોકાયા છે.
આ પણ વાંચો- શ્રીલંકાના ઝડપી બોલર Lasith Malingaએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો, ટ્વિટર પર લખી ભાવુક પોસ્ટ
સ્ટેડિયમમાં 50 ટકા ક્ષમતા સાથે દર્શકો રહેશે હાજર
આ અંગે વીપીએસ હેલ્થકેરના સીઈઓ ડોક્ટર શાઝીર હફ્ફારે કહ્યું હતું કે, ‘અમારી ટીમ IPL સમયે મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તૈયાર છે. ટૂર્નામેન્ટ દરમિયાન સુરક્ષિત વાતાવરણ આપવા માટે અમે કટિબદ્ધ છીએ. વર્ષ 2019 બાદ પહેલીવાર મેચ સમયે સ્ટેડિયમમાં દર્શકોની હાજરી રહેશે. આઈપીએલ માટે મર્યાદિત સંખ્યામાં દર્શકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી મળી છે. 19 સપ્ટેમ્બરતી યુએઈના ત્રણ શહેર દુબઈ, અબુધાબી અને શારજાહમાં લીગની બીજા તબક્કાની મેચ રમાશે. પહેલી મેચ દુબઈમાં ગત ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. 2019 બાદ આ પહેલીવાર હશે. જ્યારે દર્શકોની હાજરીમાં લીગની મેચ રમાશે. જોકે, લીગના આયોજકોએએ નથી કહ્યું કે, કેટલી ક્ષમતામાં દર્શકોને પ્રવેશવા દેવામાં આવશે. પણ સૂત્રોનું માનીએ તો, સ્ટેડિયમમાં 50 ટકાની ક્ષમતા સાથે દર્શકોને પ્રવેશવા દેવામાં આવશે.