ETV Bharat / sports

IPL 2022માં વધુ 2 ટીમ નવી જોડાશે, 25 ઓક્ટોબરે થશે નિર્ણય - અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

આઈપીએલ 2021 (IPL 2021)ના ખતમ થતા જ આગામી વર્ષ માટે 2 નવી ટીમની જાહેરાત 25 ઓક્ટોબરે થશે. BCCIએ પહેલા જ જણાવ્યું હતું કે, લીગની આગામી સિઝનમાં 2 નવી ટીમ પણ IPLમાં ભાગ લેશે. IPLની વર્તમાન સિઝનની બીજી લીગ UAEમાં રમાઈ રહી છે, જેમાં 8 ટીમ ભાગ લઈ રહી છે. હવે IPL 2022માં 10 ટીમ ભાગ લેશે. જોકે, આ 2 નવી ટીમ કઈ હશે. તેનો નિર્ણય 25 ઓક્ટોબરે થશે.

IPL 2022માં વધુ 2 ટીમ નવી જોડાશે, 25 ઓક્ટોબરે થશે નિર્ણય

author img

By

Published : Sep 29, 2021, 9:09 AM IST

  • IPLની 2022ની સિઝનમાં 2 નવી ટીમ સાથે કુલ 10 ટીમ રમશે
  • આ 2 નવી ટીમ કઈ હશે. તેનો નિર્ણય 25 ઓક્ટોબરે થશે
  • IPLની વર્તમાન સિઝનની બીજી લીગ UAEમાં રમાઈ રહી છે

મુંબઈ (મહારાષ્ટ્ર): આગામી 25 ઓક્ટોબરે આ પહેલી તક નહીં હોય, જ્યારે IPLને 8થી વધારીને 10 ટીમની કરવામાં આવી રહી છેે. આ પહેલા વર્ષ 2011માં પણ તેને 10 ટીમનું કરવામાં આવી હતી. ત્યારે કોચ્ચી (કોચ્ચિ ટસ્કર્સ કેરલા) અને પુણે (સહારા પુણે વોરિયર્સ)થી 2 ટીમ જોડાઈ હતી, પરંતુ ત્રણ સીઝનની અંદર જ ત્રણેય ટીમ બંધ થઈ ગઈ અને IPL ફરી 8 ટીમની થઈ ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે, BCCIને ઓછામાં ઓછા 5 હજાર કરોડ રૂપિયાનો લાભ થશે. કારણ કે, નવી કંપનીઓ બોલી પ્રક્રિયામાં રસ દેખાડી રહી છે. જાણવા મળે છે કે, વાર્ષિક 3 હજાર કરોડ રૂપિયા કે તેનાથી વધુનું ટર્ન ઓવરવાળી કંપનીઓને બોલી પ્રક્રિયામાં સામેલ થવાની મંજૂરી મળી છે.

નવી ટીમની જાહેરાત પછી BCCI મીડિયા રાઈટ્સ માટે ટેન્ડર બહાર પાડશે

નવી ટીમની જે જગ્યા હશે. તેમાં અમદાવાદ, લખનઉ અને પુણે શામેલ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને લખનઉનું ઈકાના સ્ટેડિયમ ફ્રેન્ચાઈઝીની પસંદ હોઈ શકે છે. કારણ કે, આ સ્ટેડિયમની ક્ષમતા વધુ છે. 2 નવી ટીમ માટે અદાણી ગૃપ, આરપીજી સંજિવ ગોયન્કા ગૃપ, ફાર્મા કંપની ટોરેન્ટ અને એક પ્રખ્યાત બેન્કરનું નામ ચાલી રહ્યું છે. IPL 2022 માટે 2 નવી ટીમની જાહેરાત કર્યા પછી BCCI આ ટૂર્નામેન્ટના મીડિયા રાઈટ્સ માટે પણ ટેન્ડર બહાર પાડશે, જે અંતર્ગત વર્ષ 2023થી 2027ના સમયગાળા માટે મીડિયા રાઈટ્સ આપવામાં આવશે. IPLના રાઈટ્સ માટે જોરદાર પૈસા ખર્ચ કરવામાં આવે છે.

અત્યારે IPLના રાઈટ્સ સ્ટાર ઈન્ડિયા પાસે છે

અત્યારે સ્ટાર ઈન્ડિયા પાસે IPLના રાઈટ્સ છે. તેણે 16 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરીને આ અધિકાર મેળવ્યા હતા. હવે આગામી સાઈકલ માટે સ્ટાર ઈન્ડિયાને સોની-દીથી ટક્કર મળી શકે છે. હાલમાં જ આ બંને કંપનીઓના મર્જર અંગે સંમતિ બની છે.

પ્લેઓફ પહેલા છેલ્લી 2 લીગ મેચ એકસાથે રમાશે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) મંગળવારે જાહેરાત કરી હતી કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021)ના પ્લેઓફથી પહેલા છેલ્લી 2 લીગ મેચ એકસાથે રમાશે. IPL માટે પહેલી વખતમાં IPL 2021થી પહેલા છેલ્લી 2 લીગ મેચ પ્લેઓફ એકસાથે રમાશે.

આ પણ વાંચો- IPL 2021 : મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે છ વિકેટથી આસાન વિજય મેળવ્યો

આ પણ વાંચો- ઓલિમ્પિયન-પેરાલિમ્પિક્સ, તહેવારોમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે લોકોમાં જાગૃતા લાવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.