ETV Bharat / sports

IPL 2022: T20 ક્રિકેટનો 'મહાકુંભ' આજથી થશે શરૂ - ગુજરાત ટાઇટન્સ

ભારતીય ક્રિકેટને ભારે કિંમત અને નવી ઓળખ આપનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 10 ટીમો સાથે ઘરઆંગણે તેનો રંગ ફેલાવવા માટે તૈયાર છે, જેની શનિવારે પ્રથમ મેચ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (Champion Chennai Super Kings) અને ગયા વર્ષના ઉપવિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સની (Kolkata Knight Riders) વચ્ચે રમાશે.

IPL 2022: T20 ક્રિકેટનો 'મહાકુંભ' આજથી થશે શરૂ

author img

By

Published : Mar 26, 2022, 12:14 PM IST

હૈદરાબાદ: પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે અને આઈપીએલ 2022 (IPL 2022) આજથી શરૂ થવા જઈ રહી છે. IPL પ્રેમીઓને T20 ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. આજથી શરૂ થઈને 29 મે સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં 74 મેચો રમાશે. આ વર્ષે આઈપીએલમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ મેચ મુંબઈ અને પુણેમાં મજબૂત બાયો-બબલમાં યોજાવાની છે.

આ પણ વાંચો: IPL Season 2022: દરેક ગેમમાં પડકારો હોય જ છે, જીતની કોઈ ગેરન્ટી આપી ન શકે : હાર્દિક પંડ્યા

T20 ટ્રોફી માટે 10 ટીમો ટકરાશે : આઈપીએલ 2022 આ 2011 પછી પ્રથમ વખત બનશે જ્યારે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત T20 ટ્રોફી (T20 Trophy) માટે 10 ટીમો ટકરાશે. આ વખતે બે નવી ટીમો લખનૌ સુપરજાયન્ટ્સ (Lucknow Supergiants) અને ગુજરાત ટાઇટન્સના (Gujarat Titans) રૂપમાં IPLમાં પદાર્પણ કરશે. દેશમાં કોવિડ-19ની સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ ક્રિકેટ પ્રેમીઓને વર્ષ 2019 પછી પ્રથમ વખત સ્ટેડિયમની મુલાકાત લઈને મેચનો આનંદ માણવાની તક મળશે. IPLની તમામ મેચો ભારતમાં રમાશે (IPL matches will be played in India) અને સ્ટેડિયમની ક્ષમતાના 25 ટકા દર્શકો તેને સ્ટેડિયમમાં જોઈ શકશે.

IPLમાં બે નવી ટીમોના સમાવેશ : બે નવી ટીમોના ઉમેરા સાથે મેચોની કુલ સંખ્યા 60 થી વધીને 74 થઈ ગઈ છે, જે ટુર્નામેન્ટને બે મહિનાથી વધુ લાંબી બનાવે છે. જોકે, તમામ ટીમો લીગ તબક્કામાં માત્ર 14 મેચ રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડને (BCCI) 2021 માં એક અઘરો પાઠ હતો, જ્યારે તેણે સંક્રમણના કારણે ટૂર્નામેન્ટ મધ્યમાં મુલતવી રાખવી પડી હતી અને બાદમાં તેને UAE માં પૂર્ણ કરી હતી.

ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાશે : હાલમાં લીગ સ્ટેજની મેચો મુંબઈ અને પુણેમાં ત્રણ સ્થળોએ યોજવામાં આવશે, જેથી હવાઈ મુસાફરી કરવાની જરૂર ન પડે. પિચ ક્યુરેટર્સ માટે બે મહિના સુધી પિચોને જીવંત રાખવાનો પડકાર રહેશે, પરંતુ ટૂર્નામેન્ટમાં મોટા સ્કોર મેળવવાની દરેક સંભાવના છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે અને આવી સ્થિતિમાં IPL પણ કેટલાક ભારતીય ખેલાડીઓના ભાવિનો નિર્ણય કરશે.

RCBમાં બધાની નજર વિરાટ કોહલી પર રહેશે : મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમશે, પરંતુ તેના કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે, તેને તેનાથી કોઈ વધારાનો ફાયદો નહીં મળે. સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, જસપ્રિત બુમરાહ અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ જોકે અનુકૂળ પરિસ્થિતિઓનો પૂરો લાભ લેવા ઈચ્છે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં (Royal Challengers Bangalore) બધાની નજર વિરાટ કોહલી પર રહેશે, જેણે કેપ્ટન પદ છોડ્યું છે. લાંબા સમયથી CSK સાથે જોડાયેલા ફાફ ડુ પ્લેસિસને RCBની કેપ્ટનશીપ આપવામાં આવી છે. તેના નેતૃત્વમાં ટીમનું ભાગ્ય ફરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

તમામની નજર જાડેજા પર : આઈપીએલમાં દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી સિઝન હોઈ શકે છે. તેણે પ્રથમ મેચ પહેલા કેપ્ટનશીપ છોડી દીધી હતી અને કમાન રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. તમામની નજર જાડેજા પર રહેશે. કારણ કે તેણે ટીમની કમાન સંભાળવાની છે, જેનું 2008થી નેતૃત્વ ધોની કરી રહ્યો છે, જે ચાર વખત ચેમ્પિયન છે.

આ પણ વાંચો: IPL 2022 Auction: વડોદરાના ચાઇનામેન બોલરની IPLમાં પસંદગી, પુત્ર ક્રિકેટર બને તે માટે પરિવારે કેનેડા છોડ્યું

હાર્દિક માટે IPLમાં કેપ્ટનશિપનો પહેલો અનુભવ : વખતે શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા અને મયંક અગ્રવાલના નેતૃત્વ કૌશલ્યની પણ કસોટી થશે. અય્યર કેકેઆરનું નેતૃત્વ કરશે જ્યારે રાહુલ લખનૌ અને હાર્દિક ગુજરાતની કમાન સંભાળશે. અગ્રવાલને પંજાબનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અય્યર અગાઉ દિલ્હી કેપિટલ્સ જ્યારે રાહુલ પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. હાર્દિક માટે આઈપીએલમાં કેપ્ટનશિપનો આ પહેલો અનુભવ હશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા તેની પ્રગતિ પર પણ નજીકથી નજર રાખવામાં આવશે કારણ કે તેણે નિયમિતપણે બોલિંગ ન કરવાને કારણે રાષ્ટ્રીય ટીમમાં તેનું સ્થાન ગુમાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.