ETV Bharat / sports

IPL Point Table : પોઇન્ટ ટેબલમાં રાજસ્થાન મોખરે, હૈદરાબાદની હાર બરકરાર - Sports News

IPL 2022 પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન હાલમાં મોખરે(Rajasthan top in points table) છે, તેના પછી કોલકાતા બીજા નંબરે, ગુજરાત ત્રીજા, પંજાબ ચોથા અને લખનૌ પાંચમા નંબર પર છે. દિલ્હી કેપિટલ્સ બે મેચમાં એક જીત અને એક હાર સાથે સાતમા નંબર પર છે. પોઇન્ટ ટેબલમાં(IPL 2022 Point Table) છેલ્લા ક્રમાંક પર હૈદરાબાદ છે.

IPL Point Table
IPL Point Table
author img

By

Published : Apr 6, 2022, 8:16 PM IST

ન્યુઝ ડેસ્ક : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022ની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સને ચાર વિકેટે હરાવીને બીજી જીત નોંધાવી છે. આ જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં(IPL 2022 Point Table) છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે અને પ્રથમ નંબરે રાજસ્થાનનું રાજ જોવા મળી રહ્યું છે. દિલ્હી કેપિટલ્સ એક સ્થાન સરકીને સાતમા સ્થાને પહોંચી ગઈ છે. મોટાભાગની ટીમોએ ત્રણ મેચ રમી છે અને RCB vs RR વચ્ચે રમાયેલી મેચ પછી, પ્રથમથી છઠ્ઠા સ્થાન સુધીની તમામ 6 ટીમો પાસે માત્ર 4 પોઈન્ટ છે.

IPL Point Table
IPL Point Table

પોઇન્ટ ટેબલમાં ટોચની ટીમો - રાજસ્થાનની ટીમ (1.218) સારા રન રેટના આધારે હાર છતાં ટોચ પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (0.843) રાજસ્થાન પછી બીજા સ્થાને છે. IPLની આ સિઝનમાં પદાર્પણ કરનાર ગુજરાત ટાઇટન્સ પાસે (0.495) રેટ છે. પંજાબ કિંગ્સ (0.238) ચોથા સ્થાને છે, ત્યારબાદ બીજી નવી બનેલી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (0.193) અને RCB (0.159) છઠ્ઠા સ્થાને છે. દિલ્હી (0.065) 2 પોઈન્ટ સાથે 7મા સ્થાને છે.

ચૌન્નઇ અને મુંબઇ 0 પોઇન્ટ પર - IPL ઈતિહાસની બે સૌથી સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ (-1.029) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (-1.251) હજુ સુધી પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. બંને 8મા અને 9મા સ્થાને છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (-1.825) છેલ્લા 10મા સ્થાને છે. રાજસ્થાનના જોસ બટલરે RCB સામે અણનમ 70 રન બનાવ્યા અને આ સાથે તે ઓરેન્જ કેપ રેસમાં ટોચ પર પહોંચી ગયો છે. બટલરે ત્રણ મેચમાં 205 રન બનાવ્યા છે. આ સાથે જ ઈશાન કિશન બે મેચમાં 135 રન સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. પર્પલ કેપ હાલમાં ઉમેશ યાદવના નામે છે. તેણે ત્રણ મેચમાં આઠ વિકેટ ઝડપી છે. આ સાથે જ યુઝવેન્દ્ર ચહલ સાત વિકેટ સાથે બીજા સ્થાને છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.