અબૂ ધાબી : ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની 21મી મેચ આજે શેખ ઝાયદ સ્ટેડિયમમાં બે વખત ચેમ્પિયન કોલકતા નાઈટ રાઈર્ડસ સામે ટકરાશે. સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવી ટીમે સતત ત્રણ મેચમાં હારનો સામનો કર્યો હતો ત્યારબાદ જીત મેળવી હતી.
ચેન્નાઈની ટીમ માટે સારી વાત એ છે કે, શેન વાટસન ફૉર્મમાં પરત ફર્યો છે. તેમણે ગત્ત મેચમાં ફાફ ડુ પ્લેસિસની સાથે મળી પ્રથમ વિકેટ માટે 181 રનની પાટનરશીપ કરી હતી અને ટીમને જીત અપાવી હતી.કોલકતા ટીમની વાત કરવામાં આવે તો બેટ્સમેનમાં શુભમન ગિલ ફૉર્મમાં છે. પરંતુ તેનો જોડીદાર સુનીલ નારાયણ પાસે જે બેટિંગની આશા હતી તે જોવા મળી નથી.
કોલકતાના બોલરોની વાત કરીએ તો બોલિંગની જવાબદારી યુવા ક્રિકેટરો પર છે. શિવમ માવી અને કમલેશ નાગરકોટી જેવા યુવા બોલરોએ તેમના પ્રદર્શનથી ખુબ પ્રભાવિત કર્યા છે. તેમજ પૈટ કમિંસ પણ ટીમ માટે ખુબ ઉપયોગી સાબિત થયો છે.
સંભવિત ટીમ
ચેન્નઈ સુપર કિંગ્સ : મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, પીયૂષ ચાવલા, ડવેન બ્રાવો, કર્ણ શર્મા, શેન વાટસન, શાર્દુલ ઠાકુર, અંબાતી રાયડૂ, મુરલી વિજય,ફાફ ડુ પ્લેસિસ,ઈમરાન તાહિર, દીપક ચહર, લુંગી એનગિડી,મિશેલ સૈંટનર, કેએમ આસિફ, નારાયણ જગદીશન, મોનૂ કુમાર, રિતુરાજ ગાયકવાડ, આર સાંઈ કિશોર, જોશ હેઝલવુડ, સૈમ કુરૈન.
કોલકતા નાઈટ રાઈડર્સ : દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ, સુનીલ નારાયણ, કુલદીપ યાદવ, શુભમન ગિલ, લૉકી ફગ્યૂસન,નીતીશ રાણા, રિંકૂ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વૉરિયર, અલી ખાન, કમલેશ નાગરકોટી, શિવમ માવી, સિદ્દેશ લાડ, પૈટ કમિંસ, ઈયોન મોર્ગન, ટૉમ બેંટન, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી, એમ સિદ્ધાર્થ, નિખિલ નાયક, ક્રિસ ગ્રીન.