અબુધાબી : ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગના 20મી મેચમાં આજે શેખ ઝાયેદા સ્ટેડિયમમાં પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રૉયલ્સ સામે ટકરાશેે. મુંબઈએ તેમના ગત્ત મેચમાં જીત મેળવી હતી. જ્યારે રાજસ્થાને તેમની અંતિમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈને 5 મેચમાં 3 જીત અને 2 હાર મળી છે. રાજસ્થાનની આ પાંચમી મેચ છે. અત્યારસુધી રમાયેલી 4 મેચમાંથી 2માં જીત અને 2 મેચમાં હાર મળી છે.
ફૉમમાં છે ડી કૉક
મુંબઈની શાનદાર જોડીના બંન્ને ખેલાડીઓ ફૉમમાં છે. ક્વિંટન ડી કૉક ગત્ત મેચમાં અડધી સદી ફટકારી હતી. રોહિત શર્મા અને ક્વિંટન ડી કૉકની જોડીમાંથી બંન્નેમાંથી એક તો રન કરે જ છે.
રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથની નજરમાં રોહિત શર્મા અને ક્વિંટન ડી કૉક હશે. જેને તેઓ જલ્દી આઉટ કરી મુંબઈને દબાવમાં લાવી શકે છે.મધ્યક્રમમાં પણ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને દમદાર પ્રદર્શન કર્યું છે. જો રોહિત-ડી કૉક નિષ્ફળ રહ્યા તો આ બંન્ને ટીમને સંભાળી શકે છે. કીરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને તેમના ભાઈ ક્રુણાલ પંડ્યાએ ગત્ત મેચમાં શાનદાર બેટિંગ કરી ટીમને મજબૂત સ્કોર આપ્યો હતો.
રાજસ્થાનની કોશિષ હશે કે, મુંબઈને વધુ સ્કોર કરતા રોકે,રાજસ્થાન જો મુંબઈના બેટસ્મેનથી બચી શકે છે તો તેમના બોલરો રાજસ્થાનને પરેશાન કરી શકે છે. જસપ્રીત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ અને જેમ્સ પેટિસન માટે રાજસ્થાન માટે મોંધા સાબિત થઈ શકે છે.
રાજસ્થાનના ત્રણ બેટસ્મેન મહત્વના છે. જેમાં કેપ્ટન સ્મિથ, જોસ બટલર અને સંજૂ સૈમસન જો આ ત્રણેય જલ્દી આઉટ થઈ જાય છે. તો રાજસ્થાનમાટે મુશકેલી સર્જી શકે છે.બેન સ્ટોક્સ ટીમની સાથે આવે છે. તો તેમને નિયમો અનુસાર 6 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.
સંભવિત ટીમ
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, આદિત્ય તરે, અનમોલપ્રીત સિંહ, અનુકૂલ રૉય, ક્રિસ લિન, ધવલ કુલકણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, જેમ્સ પૈટિનસન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કાયરન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, મિશેલ મૈક્લધેન, મોહસિન ખાન, નાથન કલ્ટર નાઈલ, પ્રિંસ બલવંત રાય, ક્વિંટન ડી કૉક, રાહુલ ચહર, સૌરભ તિવારી, શેરફાને રદરફોર્ડ, સૂર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બોલ્ટ
રાજસ્થાન રૉયલ્સ : અંકિત રાજપૂત, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, મહિપાલ લોમરોર, મનન વોહરા, મયંક મારકંડે, રાહુલ તેવતિયા, રિયાન પરાગ, સંજૂ સૈમસન, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, વરુણ એરૉન, રોબિન ઉથપ્પા, જયદેવ ઉનડકટ, થશસ્વી જાયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, ડેવિડ મિલર, ઓશાને થૉમસ, અનિરુદ્ધ જોશી. એડ્રયૂ ટાઈ. ટૉમ કરન.