- દુબઈમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે
- બંને ટીમ આઈપીએલમાં અત્યાર સુધી 27 મેચ રમી ચૂકી છે
- 15 વખત મુંબઈ અને 12 વખત દિલ્હીની ટીમ જીતી ચૂકી છે
- ઈતિહાસ રચવા માટે દિલ્હીની ટીમમાં તૈયારી શરૂ
ન્યૂઝ ડેસ્કઃ દુબઈમાં આજે આઈપીએલ સિઝન 13ની ફાઈનલ મેચ રમાશે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. અત્યાર સુધી કુલ 27 મેચ રમાઈ છે, જેમાંથી 15 વખત મુંબઈ અને 12 વખત દિલ્હીની ટીમ જીતી હતી. આ મેચ જીતીને શ્રેયસ અય્યરની દિલ્હી કેપિટલ્સ પાસે ઈતિહાસ રચવાનો મોકો છે અને જો મુંબઈ આ મેચ જીતશે તો તે આઈપીએલની ફાઈનલમાં તેની આ જીત પાંચમી હશે. આરસીબી અને કિંગ્સ ઈલેવન પંજાબ બંને ટીમ પણ ટ્રોફી જીતવાથી વંચિત રહી ચૂકી છે. આ સિઝન પહેલા યુએઈમાં મુંબઈ ઈન્ડિયન્સના આંકડાઓને જોતા કહેવામાં આવતું હતું કે, આ ટીમ આ વખતે સરેરાશ પ્રદર્શન કરશે. મુંબઈની આ સિઝનમાં શરૂઆતમાં જ ચેન્નઈ કિંગ્સની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈને આમ જ ચેમ્પિયન ટીમ નથી કહેવામાં આવતી. આ હાર પછી તો મુંબઈએ એવી દોટ મૂકી કે છેક ફાઈનલ સુધી પહોંચી ગઈ.
આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો પ્રવાસ ખૂબ જ રોમાંચક રહ્યો હતો. પહેલા 9માંથી 7 મેચ જીતીને દિલ્હીએ પ્લેઓફમાં પહોંચવાની આશા બતાવી હતી. જ્યારે આગામી 4 મેચ હારીને તેમણે જાતે જ પોતાનો રસ્તો કઠિન કરી નાખ્યો હતો અને જો છેલ્લી મેચ હારી જાત તો ટૂર્નામેન્ટથી જ બહાર થઈ જાત. લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં 18 સંખ્યા સાથે ટોપ કર્યા બાદ મુંબઈએ પ્લેઓફ પહેલા ક્વાલિફાયર્સમાં દિલ્હી કેપિટલ્સને 57 રનથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. મુંબઈની નજર એક વાર ફરી દિલ્હીને ધૂળ ચટાડી ટ્રોફી પોતાના નામે કરવા પર છે. મુંબઈના તમામ ખિલાડીઓ ફોર્મમાં છે. ડીકોકની સાથે સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશાન, હાર્દિક પાંડ્યા અને કિરોન પોલાર્ડ ધમાલ મચાવી રહ્યા છે, જ્યારે બોલિંગમાં બોલ્ટ અને બુમરાહનો સિક્કો ચાલી રહ્યો છે.
દિલ્હીએ મોર્ક્સ સ્ટાઈનિસ પાસે સારી બોલિંગ કરાવી
દિલ્હીએ બીજા ક્વાલિફાયરમાં મોર્ક્સ સ્ટાઈનિસ પાસે સારી બોલિંગ કરાવીને મોટું પરિવર્તન લાવી દીધું હતું અને તેમનો આ દાવ કામ પણ કરી ગયો હતો. સ્યોઈનિસે ઝડપથી રન બનાવતા જોઈ ગબ્બરે પણ પોતાનો રંગ બદલ્યો અને હૈદરાબાદ સામે 78 રન બનાવી દીધા. બોલિંગમાં દિલ્હીએ અસરકારક પ્રદર્શન કર્યું હતું.