મુંબઇ પહેલા બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા તેનો પીછો કરવા ઉતરેલી ચેન્નઇની ટીમ 148 રન જ બનાવી શકી હતી. મુંબઇ ચેન્નઇને હરાવીને 4થી વાર ચેમ્પિયન ટાઇટલ પોતાના નામે કર્યુ છે.
પ્રથમ બેટિંગ કરતા મુંબઈ દ્વારા ચેન્નઈને 150 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. મુંબઈએ 8 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. આ મેચ રોમાંચીત હશે કારણ કે, રોહીત શર્માનો આજે સીધો મુકાબલો ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે થવા જઇ રહ્યો છે. ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ 4થી વખત એકબીજા સામે ફાઇનલમાં આમને-સામને છે.
મહત્વનું છે કે, અત્યાર સુધીમાં બંને ટીમ 3-3 વાર ચેમ્પિયનશિપ પોતાના નામે કરી ચુકી છે. આ મેચ બંને ટીમ માટે ચોથી વખત ચેમ્પિયનશીપ પોતાને નામ કરવા માટેની તક છે. આ સિઝનની વાત કરીએ, તો મુંબઇ ચેન્નઇને ત્રણ વખત હરાવી ચુકી છે.
બંને ટીમની વાત કરીએ તો બંને ટીમ ચેમ્પિયનશીપ માટેની પ્રબળ દાવેદાર છે.