રાજસ્થાને ટોસ જીતી બેંગ્લોરને બેટિંગ માટે આમંત્રિત કર્યા હતા. પરંતુ તે પછી વરસાદ બાધા બનતા મેચને 20 ઓવરમાંથી ઘટાડીને 5 ઓવરની કરી નાખી હતી.
બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 5 ઓવરંમા 7 વિકેટના નુકસાન પર 62 રન બનાવ્યા હતા. જે લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાને 3.2 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 41 બનાવ્યા હતા અને તેને જીત માટે 10 બોલમા 22 રનની જરૂર હતી ત્યારે ફરી વરસાદ વિલન બની અને ત્રાટક્યો હતો અને આખરે મેચ પર પુર્ણવિરામ મુકાય ગયું હતું અને બંને ટીમને એક-એક પોઇન્ટ આપ્યા હતા.
જ્યારે આંકડાઓ પર નજર કરતા ઓરેંન્જ કેપમાં હૈૈદરાબાદના ડેવિડ વોર્નર 692 રન બનાવી ટોંચના સ્થાને છે. જ્યારે પર્પલ કેપમાં દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડા 25 વિકેટ સાથે ટોંચ પર છે.