ETV Bharat / sports

Ind vs Eng : ભારતનો ધબડકો, ભારતે 60 રન સાથે 5 વિકેટ ગુમાવી

લીડ્સના મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બુધવારથી ત્રીજી ટેસ્ટ શરૂ થઇ હતી. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ભારતને બેટિંગને લઈને નિરાશા જોવા મળી રહી છે. કોહલી ઈંગ્લેન્ડ સામે લીડ્ઝ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં માત્ર 7 રન બનાવીને પરત ફર્યો હતો. હાલ ભરતે 60 રને 5 વિકેટ ગુમાવી છે.

3જી ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પહેલાં કરશે બેટિંગ

author img

By

Published : Aug 25, 2021, 4:47 PM IST

Updated : Aug 25, 2021, 7:08 PM IST

  • લીડ્સમાં ભારત - ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
  • ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય
  • પાંચ ટેસ્ટની સીરિઝમાં ભારત મજબૂત સ્થિતિમાં

ન્યૂઝ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરિઝની ત્રીજી મેચ હેડિંગ્લેના લીડ્સમાં બુધવારથી યોજાઇ રહી છે. આ ટેસ્ટમાં ભારતે ટોસ જીતેને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ભારતીય ટીમમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે આ વખતે પણ અશ્વિનને ટીમમાં જગ્યા મળી નથી. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ બે ફેરફાર સાથે મેદાન પર ઉતરી છે. ડૉમ સિબલીની જગ્યાએ ડેવિડ મલાનને જ્યારે માર્કવુડની જગ્યાએ ક્રેગ ઓવરટનને ટીમમાં સમાવવામાં આવ્યો છે.

ભારતીય ટીમ 5 વિકેટ ગુમાવીને 60 રન

ભારતીય ટીમ સંઘર્ષ કરતી દેખાઇ હતી, ટૉસ જીતીને પ્રથમ બેટિંગ લીધા બાદ ભારતીય ટીમે નબળી શરૂઆત થઇ છે. ભારતીય ટીમે પહેલા સેશનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. લંચ બ્રેક બાદ ભારતીય ટીમ 5 વિકેટ ગુમાવીને 60 રન બનાવી શકી છે. આ દરમિયાન ભારતે કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજિંક્યે રહાણેની વિકેટો ગુમાવી દીધી હતી.

સીરિઝમાં ભારતની મજબૂત સ્થિતિ

આ સીરિઝમાં ભારતનું પર્ફોમન્સ ખૂબ જ સારું રહ્યું છે. પાંચ મેચની સીરિઝમાં ભારત 1 -0 થી આગળ છે. પહેલી મેચ વરસાદના કારણે ડ્રો થઇ હતી. જો કે બીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું હતું. ભારત આ મેચ જીતીને 2 - 0થી સીરિઝ પર પોતાનો પકડ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે.

19 વર્ષે ભારત રમી રહ્યું છે લીડ્સના મેદાન પર

ભારતીય ટીમ 19 વર્ષ પછી લીડ્સના મેદાન પર રમવા માટે ઉતરી છે. આ પહેલા વર્ષ 2002માં આ ગ્રાઉન્ડ પર મેચ રમાઇ હતી. જે મેચ ભારત જીત્યું હતું. આ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ છે મેચ રમાઇ છે જેમાંથી 3 મેચ ઇંગ્લેન્ડ તો બે મેચ ભારત જીત્યું હતું જ્યારે એક મેચ ડ્રો ગઇ હતી.

Last Updated : Aug 25, 2021, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.