નવી દિલ્હીઃ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાથની ઈજાના કારણે રવિવારથી બાંગ્લાદેશ સામે શરૂ થઈ રહેલી વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.(MOHAMMED SHAMI will not play one day) તેના સ્થાને ઉમરાન મલિકને સામેલ કરવામાં આવ્યો છે, જેણે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ડેબ્યૂ કર્યું હતું. શમી 14 ડિસેમ્બરથી ચિત્તાગોંગમાં શરૂ થનારી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પણ રમી શકશે નહીં. મોહમ્મદ શમીને હાથમાં ઈજા થઈ છે, જેના કારણે તેને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યો નથી. હાલમાં તે NCA, બેંગલુરુ ખાતે BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.
મેચ જીતવી જરૂરી: 33 વર્ષીય બંગાળનો સ્પીડસ્ટર આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં ભારતની ODI ટીમનો અભિન્ન ભાગ છે. જો શમી ટેસ્ટ શ્રેણીમાં નહીં રમે તો કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ચિંતા થશે. કારણ કે જૂનમાં ઓવલ ખાતે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં રહેવા માટે ભારતને દરેક મેચ જીતવી જરૂરી છે. સૂત્રએ કહ્યું, "જો શમી ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થઈ જશે તો ભરકનું પેસ આક્રમણ નબળું પડી જશે." શમીએ ટેસ્ટ ક્રિકેટમાં 60 મેચમાં 216 વિકેટ લીધી છે.
ડેબ્યૂ કર્યું: શમીના સ્થાને બાંગ્લાદેશ પ્રવાસ પર નવદીપ સૈની અને મુકેશ કુમારમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. પ્રથમ ટેસ્ટમાં સૈનીએ ચાર અને મુકેશે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મુકેશ અનકેપ્ડ છે, ત્યારે સૈનીએ ભારત માટે બે ટેસ્ટ રમી છે. તેણે 2020-21માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ડેબ્યૂ કર્યું હતું. હાલ શમી ઈજાગ્રસ્ત હોવા ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઈજાના કારણે બહાર છે. સપ્ટેમ્બરમાં ઘૂંટણની સર્જરીમાંથી તે સાજો થયો નથી.
બાંગ્લાદેશ ODI માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ , વોશિંગ્ટન સુંદર , શાર્દુલ ઠાકુર , મોહમ્મદ. સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.