ન્યૂઝ ડેસ્ક: ભારત માટે સ્મૃતિ મંધાના, પૂજા વસ્ત્રાકર અને સ્નેહ રાણાએ બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે રાજેશ્વરી ગાયકવાડે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ભારતે 7 વિકેટ ગુમાવીને 244 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના, પૂજા વસ્ત્રાકર અને સ્નેહ રાણાની અડધી સદીની ઇનિંગ્સ ભારતને આ સ્કોર સુધી લઈ જવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
-
Many congratulations @BCCIWomen on a comprehensive win against Pakistan and starting the World Cup on a spectacular note. Well played. Wishing the girls the very best for the matches ahead. #IndvPak pic.twitter.com/y61tmzIODL
— VVS Laxman (@VVSLaxman281) March 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Many congratulations @BCCIWomen on a comprehensive win against Pakistan and starting the World Cup on a spectacular note. Well played. Wishing the girls the very best for the matches ahead. #IndvPak pic.twitter.com/y61tmzIODL
— VVS Laxman (@VVSLaxman281) March 6, 2022Many congratulations @BCCIWomen on a comprehensive win against Pakistan and starting the World Cup on a spectacular note. Well played. Wishing the girls the very best for the matches ahead. #IndvPak pic.twitter.com/y61tmzIODL
— VVS Laxman (@VVSLaxman281) March 6, 2022
ડાયના અને ફાતિમાએ 1-1 વિકેટ લીધી
ભારતીય ટીમ તરફથી મંધાના (52), દિપ્તી શર્મા (40), પૂજા વસ્ત્રાકર (67) અને સ્નેહ રાણાએ (53) સૌથી વધુ રન બનાવ્યા હતા.બીજી તરફ પાકિસ્તાન તરફથી નિદા અને નશરાએ 2-2 જ્યારે અનમ, ડાયના અને ફાતિમાએ 1-1 વિકેટ લીધી હતી. આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: આજથી મહિલા વર્લ્ડ કપ 2022ની શરૂઆત, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝનો મુકાબલો
લક્ષ્ય નક્કી કરીશું અને તેમના પર દબાણ બનાવીશું : મિતાલી રાજ
ભારતીય કેપ્ટન મિતાલી રાજે કહ્યું કે, "અમે બેટિંગ કરીશું. બેટિંગ કરવા માટે આ સારી વિકેટ છે. અમે લક્ષ્ય નક્કી કરીશું અને તેમના પર દબાણ બનાવીશું. અમે ત્રણ ઝડપી બોલર અને ત્રણ સ્પિનરો રમીશું. અમે ક્લીન સાથે રમીશું." અમે ટુર્નામેન્ટમાં એકસાથે પ્રવેશવા માંગીએ છીએ, અમે છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું, અમે તેને આગળ લઈ જવા માંગીએ છીએ. વર્લ્ડ કપમાં (Women World Cup 2022) સારો દેખાવ કરવાની ભૂખે મને આગળ ધપાવી છે.
અમે પાંચ બોલરો સાથે મેચમાં ઉતરી રહ્યા છીએ : બિસ્માહ માહરૂફે
પાકિસ્તાનના કેપ્ટન બિસ્માહ માહરૂફે કહ્યું કે, “અમે પહેલા બોલિંગ કરવા માંગતા હતા, હવે અમારે તેને નાના લક્ષ્ય સુધી મર્યાદિત રાખવાની જરૂર છે. અમે પાંચ બોલરો સાથે મેચમાં ઉતરી રહ્યા છીએ. અમારી પ્રેક્ટિસ સારી રહી છે, તેથી અમારે આ રીતે રમતા રહેવું પડશે. હું પાછી આવીને ખુશ છું. મને આખી ટીમનો સપોર્ટ મળ્યો છે. હું ધન્ય છું."
આ પણ વાંચો: 4 માર્ચથી શરૂ થશે મહિલા વર્લ્ડ કપ, જાણો ક્યાં અને કેવી રીતે જોવા મળશે મેચ
ટીમ
ભારત: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, હરમનપ્રીત કૌર, મિતાલી રાજ (સી), રિચા ઘોષ (ડબલ્યુ), સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ
પાકિસ્તાન: જવેરિયા ખાન, સિદ્રા અમીન, બિસ્માહ મારુફ (સી), ઓમાઈમા સોહેલ, નિદા દર, આલિયા રિયાઝ, ફાતિમા સના, સિદ્રા નવાઝ (ડબ્લ્યુ), ડાયના બેગ, નશરા સંધુ, અનમ અમીન