ત્રિનિદાદ: આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે મેચ રમાશે. પ્રથમ વન ડેમાં ભારતનો 5 વિકેટે વિજય થયો હતો. બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 6 વિકેટે હરાવ્યું હતુંં. બીજી વનડેમાં જીત બાદ વેસ્ટ ઈન્ડિઝ કોઈ ફેરફાર કરે તેવી શક્યતા નથી, પરંતુ સ્પિન બોલિંગમાં કેટલાક વધુ પ્રયોગો થઈ શકે છે. જ્યારે ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવાનું ભાગ્યે જ વિચારશે. ભારતીય સમય પ્રમાણે મેચ સાંજે 7:00 વાગ્યે શરુ થશે.
-
We are definitely going to play our best cricket in the third & final ODI: Ravindra Jadeja #TeamIndia | #WIvIND | @imjadeja pic.twitter.com/4oRPC255n3
— BCCI (@BCCI) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are definitely going to play our best cricket in the third & final ODI: Ravindra Jadeja #TeamIndia | #WIvIND | @imjadeja pic.twitter.com/4oRPC255n3
— BCCI (@BCCI) July 31, 2023We are definitely going to play our best cricket in the third & final ODI: Ravindra Jadeja #TeamIndia | #WIvIND | @imjadeja pic.twitter.com/4oRPC255n3
— BCCI (@BCCI) July 31, 2023
ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર વિષય: ઓપનર તરીકે રમતા હોવા છતાં ઈશાન કિશને બંને વન-ડેમાં અડધી સદી ફટકારી છે. જો કે, મિડલ ઓર્ડરમાં અન્ય બે દાવેદારો, સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસન, તેમના પ્રદર્શનથી પસંદગીકારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. સૂર્યકુમારને બંને મેચમાં સારી શરૂઆત મળી હતી, પરંતુ તે તેને મોટા સ્કોરમાં બદલી શક્યો ન હતો. સેમસન માત્ર બીજી મેચ રમ્યો હતો અને 9 રન બનાવીને સ્લિપમાં કેચ થયો હતો. જો સંજુને મંગળવારે બીજી તક મળશે તો તેણે તેનો ફાયદો ઉઠાવવો પડશે.
17 વર્ષથી ભારત હાર્યુ નથી: વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારતનો પ્રવાસ કરી શકશે નહીં કારણ કે ટીમ ક્વોલિફાય થઈ નથી અને વેસ્ટ ઈન્ડિઝના ચાહકોને ખુશ કરવાની તક આપવા માટે ભારત સામે ODI શ્રેણી જીતવા માટે પ્રયત્ન કરશે. 2006 થી, બંને ટીમોએ એકબીજા સામે 12 દ્વિપક્ષીય ODI શ્રેણી રમી છે અને દરેક વખતે ભારત જીત્યું છે.
હાઈસ્કોરિંગ મેચની શક્યતા ઓછી: બ્રાયન લારા સ્ટેડિયમમાં આ પ્રથમ ODI મેચ હશે. આ મેદાન પર આજ સુધી માત્ર એક જ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે રમાયેલી ટી-20 મેચ ભારતે જીતી હતી. તે જ સમયે, 23 લિસ્ટ A મેચોમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ માત્ર 7 વખત 250નો આંકડો પાર કર્યો છે. તેથી ખૂબ જ હાઈ સ્કોરિંગ મેચની શક્યતા ઓછી છે.
કેવું રહેશે હવામાન: મંગળવારે બ્રાયન લારા સ્ટેડિયમની આસપાસ હવામાન સામાન્ય રહેશે. આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી.
વેસ્ટ ઈન્ડિઝની સંભવિત ટીમઃ 1 બ્રાન્ડોન કિંગ, 2 કાયલ મેયર્સ, 3 અલિક અથાનાઝ, 4 શાઈ હોપ (કપ્તાન), 5 શિમરોન હેટમાયર, 6 કેસી કાર્ટી, 7 રોમારિયો શેફર્ડ, 8 યાનિક કારિયા, 9 અલઝારી જોસેફ, 10 ગુડાકેશ. 11 ઝેડેન સિલ્સ
ભારતની સંભવિત ટીમ: 1 રોહિત શર્મા (કપ્તાન), 2 ઈશાન કિશન (વિકેટકીપર) અથવા સંજુ સેમસન, 3. વિરાટ કોહલી 4 હાર્દિક પંડ્યા (કેપ્ટન), 5 સૂર્યકુમાર યાદવ, 6 શુભમન ગિલ 7 રવિન્દ્ર જાડેજા, 8 શાર્દુલ ઠાકુર, 9 કુલદીપ યાદવ, 10.ઉમરાન મલિક, 11 મુકેશ કુમાર
આ પણ વાંચો: