સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાનો દબદબો છે. પ્રથમ દિવસે વરસાદ પ્રભાવિત રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. બીજા દિવસે રમત શરૂ થયા બાદ ભારતીય ટીમ તેના સ્કોરમાં વધુ 37 રન ઉમેરી શકી હતી. અને તે 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
-
📸📸💯@klrahul 🙌🙌#SAvIND pic.twitter.com/lBEC4UisFa
— BCCI (@BCCI) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">📸📸💯@klrahul 🙌🙌#SAvIND pic.twitter.com/lBEC4UisFa
— BCCI (@BCCI) December 27, 2023📸📸💯@klrahul 🙌🙌#SAvIND pic.twitter.com/lBEC4UisFa
— BCCI (@BCCI) December 27, 2023
મોહમ્મદ સિરાજ 12 રનમાં આઉટ : પ્રથમ દિવસે કેએલ રાહુલ અણનમ 70 રન બનાવીને પરત ફર્યો હતો. જે બાદ બીજા દિવસે કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજ બેટિંગ કરવા આવ્યા હતા. મોહમ્મદ સિરાજ બીજા દિવસે માત્ર 12 બોલ જ રમી શક્યો હતો અને ગેરાલ્ડ કોત્ઝેના બોલ પર કેચ આઉટ થયો હતો. તેણે 22 બોલમાં 5 રન બનાવ્યા હતા. જે બાદ પ્રસિદ્ધ કૃષ્ણ બેટિંગ કરવા આવ્યા અને કેએલ રાહુલને અંત સુધી સાથ આપ્યો.
-
KL Rahul - the one man army. pic.twitter.com/aKxgO7J9ri
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">KL Rahul - the one man army. pic.twitter.com/aKxgO7J9ri
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2023KL Rahul - the one man army. pic.twitter.com/aKxgO7J9ri
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2023
રાહુલે સદી મારી : રાહુલે શાનદાર ઇનિંગ રમી અને 137 બોલમાં 101 રન બનાવ્યા. તેણે છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. આ પછી તે નાન્દ્રે બર્જરના હાથે બોલ્ડ આઉટ થયો હતો. રાહુલની આ સદીની ઇનિંગ્સ છતાં ભારતીય ટીમ 67.4 ઓવર રમીને માત્ર 245 રન જ બનાવી શકી હતી.
કોના કેટલા રન : જો ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ (17), રોહિત શર્મા (5), શુભમન ગિલ (2), વિરાટ કોહલી (38), શ્રેયસ અય્યર (31), કેએલ રાહુલ (101), રવિચંદ્રન. અશ્વિન (8), શાર્દુલ ઠાકુર (24), જસપ્રિત બુમરાહ (1), મોહમ્મદ સિરાજ (5) અને પ્રસિદ્ધ કૃષ્ણાએ અણનમ (0) રન બનાવ્યા હતા. જ્યારે આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ 59 રનમાં સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. તે પછી નાન્દ્રે બર્જરે 50 રનમાં ત્રણ, માર્કો જોન્સન અને ગેરાલ્ડ કોટજેએ એક-એક વિકેટ લીધી હતી.