મેલબર્નઃ ભારત રવિવારે પાકિસ્તાન (India vs Pakistan)સામે રમાનારી T20 વર્લ્ડ કપ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. આજે ટીમ ઈન્ડિયાએ મેદાન પર જોરદાર પ્રેક્ટિસ કરી હતી. જો કે આજે દિવસભર તડકો રહ્યો હતો, પરંતુ આવતીકાલે આ મેચ પર વરસાદનો ખતરો (Melbourne Weather Update) છે. એટલા માટે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહીને પોતાના સ્તરની તૈયારી કરવાની વાત કરી છે. મેચ પહેલા BCCIએ પ્રેક્ટિસ સેશન અને તૈયારીઓની તસવીરો શેર કરી છે, જેમાં ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
-
Snapshots from #TeamIndia's training session at the MCG ahead of #INDvPAK tomorrow 📸📸 pic.twitter.com/yR17Sku8Se
— BCCI (@BCCI) October 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Snapshots from #TeamIndia's training session at the MCG ahead of #INDvPAK tomorrow 📸📸 pic.twitter.com/yR17Sku8Se
— BCCI (@BCCI) October 22, 2022Snapshots from #TeamIndia's training session at the MCG ahead of #INDvPAK tomorrow 📸📸 pic.twitter.com/yR17Sku8Se
— BCCI (@BCCI) October 22, 2022
"જો પરિસ્થિતિ અનુસાર ઓછી ઓવરની મેચ થશે, તો અમે તેના માટે પણ તૈયાર છીએ. ઘણા ખેલાડીઓ આ પહેલા પણ આવી મેચો રમી ચૂક્યા છે અને તેઓ જાણે છે કે આવી સ્થિતિમાં પોતાને કેવી રીતે તૈયાર કરવી. જ્યારે તમે તૈયારી કરી રહ્યા હોય 40-ઓવરની અને અચાનક તમે જાણો છો કે તે 20-ઓવરની મેચ છે, 10-10 ઓવરની અથવા કદાચ પાંચ-પાંચ ઓવરની છે. રોહિત શર્માએ કહ્યું, "અમે સપ્ટેમ્બરમાં નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે એક મેચ રમી હતી જે આઠ-આઠ ઓવરની હતી. જેમાં ભારત જીત્યું હતું. અમે અહીં સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા છીએ અને અમે માની રહ્યા છીએ કે આ 40 ઓવરની મેચ થાય." -રોહિત શર્મા, કેપ્ટન ભારતીય ક્રિકેટ ટીમ
ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગ:રવિવારે મેલબર્નમાં 80 ટકા વરસાદની અપેક્ષા હતી, પરંતુ તે ધીમે ધીમે ઘટી રહી છે. આજે તે 70 ટકા આસપાસ હતી. સાંજના સમય માટે આ આશંકા વ્યક્ત (Rain Possibility in Melbourne) કરવામાં આવી રહી છે અને મેચ પણ સાંજે યોજાવાની છે. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનું કહેવું છે કે ટુંકી ઓવરની મેચમાં ટોસની ભૂમિકા મહત્વની બની જાય છે. જો કે પાકિસ્તાન તરફથી કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી. પાકિસ્તાન છેલ્લી ઘડીએ પોતાની પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરશે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારતીય ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત/દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ/રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
જો કે પાકિસ્તાન તરફથી કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી. પાકિસ્તાન છેલ્લી ઘડીએ પોતાની પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરશે.
પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), આસિફ અલી, હૈદરી અલી, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ, ઉસ્માન કાદિર.