ETV Bharat / sports

INDIA VS NEW ZEALAND: રાયપુર ODIમાં ભારતે ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું - भारत बनाम न्यूजीलैंड

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

INDIA VS NEW ZEALAND: ન્યુઝીલેન્ડને બીજો ફટકો, ફિન એલન બાદ હેનરી નિકોલ્સ આઉટ

author img

By

Published : Jan 21, 2023, 2:19 PM IST

Updated : Jan 21, 2023, 6:48 PM IST

રાયપુર: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની બીજી મેચ આજે રાયપુરમાં રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડે ભારતને 109 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે લાંબો સમય ટકી શકી ન હતી અને 34.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતે ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું: ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. કેપ્ટન રોહિત શર્માની 51 રનની ઇનિંગ અને શુભમન ગિલના 40 રનની મદદથી ભારતે આ વિજય નોંધાવ્યો હતો. 3 મેચની સીરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ થઈ ગઈ છે અને સીરીઝ જીતી લીધી છે.

વિરાટ કોહલીની વિકેટ પડી: મેચ પુરી થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી માત્ર 11 રન બનાવીને મિશેલ સેન્ટનરથી આઉટ થયો છે. આ સાથે જ ભારતનો સ્કોર 98/2 થઈ ગયો છે.

રોહિત શર્માની વિકેટ પડી: ઝડપી પોતાની ફિફ્ટી પૂરી કરનાર રોહિત શર્માની વિકેટ પડી ગઈ છે. રોહિત શર્મા 51 રનના સ્કોર પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો, તેને હેનરી શિપલીએ આઉટ કર્યો હતો. ભારતનો સ્કોર 79/1 થઈ ગયો છે.

ટીમ ઈન્ડિયાનો સ્કોર 72ને પાર: ટીમ ઈન્ડિયા રાયપુર વનડેમાં સરળતાથી જીત તરફ આગળ વધી રહી છે. માત્ર 10 સ્કોરમાં ભારતનો સ્કોર એકપણ વિકેટ ગુમાવ્યા વિના રન પર પહોંચી ગયો છે. કેપ્ટન રોહિત શર્મા 51, શુભમન ગિલ 20 રને રમિ રહ્યા છે. રોહિત શર્માએ અત્યાર સુધી 5 ફોર અને 2 સિક્સર ફટકારી છે.

રોહિત-ગિલની શાનદાર શરૂઆત: ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ 7 ઓવર પૂરી થઈ ગઈ છે અને તેનો સ્કોર કોઈ વિકેટ ગુમાવ્યા વિના 41 રન છે. કેપ્ટન રોહિત શર્મા 27 અને શુભમન ગિલ 14 રને રમિ રહ્યા છે. ભારતને જીતવા માટે હજુ 80 રનની જરૂર છે.

ન્યૂઝીલેન્ડની ટીમ 108ના સ્કોર પર ઓલઆઉટ: ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહી. માત્ર 108ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. એટલે કે ટીમ ઈન્ડિયાને આ મેચ અને સિરીઝ જીતવા માટે માત્ર 109 રન બનાવવા પડશે. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી, તેની સાથે હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરને 2-2 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડની હાલત અહીં ખૂબ જ ખરાબ હતી, ટોપ-5 બેટ્સમેનમાંથી કોઈ પણ ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ રન બનાવ્યા અને તેનો સ્કોર 36 રહ્યો.

ન્યૂઝીલેન્ડની હાલત ખરાબ: ન્યુઝીલેન્ડની વિકેટ સતત પડતી રહી છે અને વોશિંગ્ટન સુંદરે વધુ એક સફળતા અપાવી છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 105/9 થઈ ગયો છે, વોશિંગ્ટનને લોકી ફર્ગ્યુસન 33.1 બોલમાં કેચ આઉટ થયો હતો.

ન્યૂઝીલેન્ડની ટીમે કર્યુ કમબેક: 6 વિકેટ પડી ગયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમે હવે કમબેક કર્યું છે. ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સેન્ટનર વચ્ચે અત્યાર સુધી 42 રનની ભાગીદારી થઈ છે. છેલ્લી 11 ઓવરમાં કોઈ વિકેટ પડી નથી અને ન્યૂઝીલેન્ડનો સ્કોર 29 ઓવરમાં 103/6 થઈ ગયો છે.

ન્યુઝીલેન્ડની ત્રીજી વિકેટ પડી, ડેરીલ મિશેલ આઉટ: 9 રનના સ્કોર પર ન્યુઝીલેન્ડને ત્રીજો ઝટકો લાગ્યો હતો. ડેરીલ મિશેલ 3 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો છે. તેને મોહમ્મદ શમીએ આઉટ કર્યો હતો

ન્યુઝીલેન્ડની બીજી વિકેટ પડી, હેનરી નિકોલ્સ આઉટ: ન્યુઝીલેન્ડને 8 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. હેનરી નિકોલ્સ 20 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ સિરાજે શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ન્યુઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી, ફિન એલન આઉટ: ન્યુઝીલેન્ડને પહેલો ફટકો 0 રનના સ્કોર પર લાગ્યો હતો. ફિન એલન 5 બોલમાં 0 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ શમીએ ક્લીન બોલ્ડ કર્યો હતો

આ પણ વાંચો: ICC online fraud Case: ICC ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બની

ભારત પાસે ઘરઆંગણે સાતમી શ્રેણી જીતવાની તક: હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતનો 12 રને વિજય થયો હતો. ભારત પ્રથમ મેચ જીતીને 1-0થી આગળ છે. જો ભારતીય ટીમ આજની મેચ જીતશે તો તે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે સતત 7મી વનડે શ્રેણી જીતશે. ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી ભારતમાં એક પણ વનડે શ્રેણી જીતી શક્યું નથી. અગાઉ બંને ટીમો વચ્ચે ભારતની ધરતી પર છ વનડે શ્રેણી રમાઈ હતી, જેમાં ભારતે તમામમાં જીત મેળવી હતી.

રાયપુરનો પીચ રિપોર્ટ: ઝડપી બોલરો રાયપુરની પિચથી નિરાશ થઈ શકે છે, તેથી બેટ્સમેનોને અહીં મોટો સ્કોર કરતા અટકાવવા માટે તેમણે તેમની વિવિધતા પર આધાર રાખવો પડશે. જોકે, બોલ જૂનો થતાં જ સ્પિનરોને અહીંથી ઘણી મદદ મળવા લાગશે. જેમ જેમ રમત આગળ વધે છે તેમ, આ સ્થાન પર બેટિંગ કરવાનું સરળ બને છે, તેથી કોઈપણ ટીમ રાયપુરમાં ટોસ જીતીને બોલિંગ લેવા માંગે છે.

આ પણ વાંચો: T20 World Cup: અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમનો વિજય, UAEને હરાવ્યું

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ન્યુઝીલેન્ડની ટીમ: ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (સી એન્ડ ડબલ્યુકે), માઈકલ બ્રેસવેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર, હેનરી શિપલી.

Last Updated : Jan 21, 2023, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.