ETV Bharat / sports

એડિલેડમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડનો ટ્રેક રેકોર્ડ, જાણો કોણ છે આગળ - એડિલેડમાં ટિમ ઈન્ડિયા

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા જોસ બટલરની ટીમ સામે ટક્કર લેવા માટે તૈયાર (Second Semi final India vs England) છે. બીજી તરફ ઈંગ્લેન્ડની આ બંને ટીમ પોતાની આગામી 2 મેચ જીતીને વર્લ્ડ ચેમ્પિયન બનવાની તૈયારી કરી રહી છે. આવો જાણીએ T20 મેચમાં બંને ટીમનો શું રેકોર્ડ (Track Record in Adelaide) છે.

એડિલેડમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડનો ટ્રેક રેકોર્ડ, જાણો કોણ છે આગળ

author img

By

Published : Nov 9, 2022, 5:26 PM IST

એડિલેડ: ભારતીય ક્રિકેટ ટીમ 10 નવેમ્બરે ઓવલ ખાતે રમાનારી T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે (Second Semi final India vs England) તેનો આગામી પડકાર રજૂ કરવા માટે તૈયારી કરી રહી છે. બંને ટીમો પોતાને વર્લ્ડ કપ જીતવાથી માત્ર 2 ડગલાં દૂર માને છે. ગ્રુપ 2માં ટેબલમાં ટોચ પર રહ્યા બાદ રોહિત શર્માની ટીમને જોસ બટલરની ટીમ સામે ટક્કર લેવાની તક મળી. ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ 1માં બીજા ક્રમે રહી હતી. હવે બંને ટીમ પોતાની આગામી 2 મેચ જીતીને વર્લ્ડ ચેમ્પિયન બનવાની તૈયારી કરી રહી છે. આવો જાણીએ T20 મેચમાં બંને ટીમનો શું રેકોર્ડ (Track Record in Adelaide) છે.

એડિલેડમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડનો ટ્રેક રેકોર્ડ, જાણો કોણ છે આગળ
એડિલેડમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડનો ટ્રેક રેકોર્ડ, જાણો કોણ છે આગળ

ઈન્ડિયા ઈંગ્લેન્ડ પર ભારે રહી: ભારત સામે ઈંગ્લેન્ડ નેક સ્પર્ધા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કુલ 22 T20 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમે 12 મેચ જીતી છે. બીજી તરફ ઈંગ્લેન્ડે 10 મેચ જીતી છે. પરંતુ જો T20 વર્લ્ડ કપમાં બંને ટીમ વચ્ચે રમાયેલી મેચમાં જીત હારના રેકોર્ડ જોઈએ તો ખબર પડે છે, કે અહીં પણ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પર ભારે રહી છે. બંને ટીમ વર્ષ 2007, 2009 અને 2012માં 3 વખત સામસામે આવી ચૂકી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 2 વખત જીત મેળવી છે, જ્યારે ઈંગ્લેન્ડે 1 મેચ જીતી છે.

એડિલેડ ઓવલ ખાતે રેકોર્ડઃ વર્ષ 2011માં ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ઓવલ મેદાન પર માત્ર 1 જ T20 મેચ રમી હતી અને 1 વિકેટનો પીછો કરતા રોમાંચક જીત મેળવી હતી. જ્યારે ભારતીય ટીમે આ મેદાન પર કુલ 2 T20I મેચો રમી છે, જેમાં બેટિંગ પ્રથમ બંને મેચ જીતી છે. 1 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું હતું. આ વર્લ્ડકપમાં બંને ટીમ પહેલીવાર આમને સામને થવા જઈ રહી છે. આ મેદાન પર બંનેની પ્રથમ T20 મેચ પણ રમાશે.

એડિલેડ ઓવલ ખાતે સર્વોચ્ચ સ્કોર: એડિલેડ ઓવલ મેદાન પર ભારતનો સર્વોચ્ચ સ્કોર 3 વિકેટના નુકસાને 188 રન છે. આ વિદેશી ટીમ દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. બીજી તરફ ઈંગ્લેન્ડે આ મેદાન પર રમાયેલી એકમાત્ર મેચમાં 9 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા છે અને 2011માં આ મેદાન પર રમાયેલી પ્રથમ T20 મેચ જીતીને પોતાની તાકાત બતાવી છે.

વિરાટ કોહલીના નામે રેકોર્ડ: એડિલેડ ઓવલમાં રમાયેલી T20 મેચમાં બંને ટીમ તરફથી સૌથી વધુ રન અને અડધી સદી ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ અહીં કુલ 2 મેચ રમી છે અને બંનેમાં અડધી સદી ફટકારીને કુલ 154 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડની વર્તમાન ટીમના કોઈપણ ખેલાડીએ અહીં T20 મેચ રમી નથી. કોહલીના નામે આ મેદાન પર બીજી સૌથી મોટી ઈનિંગ રમાઈ છે. તે એકમાત્ર સદી કરનાર ડેવિડ વોર્નર પછી અણનમ 90 રન બનાવનાર બીજા સૌથી વધુ સ્કોરર છે. તેણે બાંગ્લાદેશ સામે પણ અણનમ 64 રનની ઇનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયા સામે રેકોર્ડ: આ મેદાનમાં સૌથી મોટી T20 મેચની ભાગીદારી ટીમ ઈન્ડિયાના નામે છે. જે વિરાટ કોહલી અને સુરેશ રૈના વચ્ચે 3જી વિકેટની ભાગીદારીમાં બની હતી. 134 રનની આ ભાગીદારી આ મેદાનની સૌથી મોટી ભાગીદારી છે. આ રેકેર્ડ ઓસ્ટ્રેલિયા સામે કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.