ભારતીય ટીમ લક્ષ્યનો પીછો કરવા ઉતરી હતી, પણ ભારતીય ટીમની વિકેટ પડવાનો સીલસીલો યથાવત રહ્યો હતો, ભારતીય ટીમમાં રોહતી શર્મા સિવાય કોઇ પણ પ્લેયર અડધી સદી પણ ફટકારી શક્યા નહોતા.
હાલ ભારતીય ટીમને જીત માટે 112 રનની જરૂરીયાત છે, ભારતનો સ્કોર 6 વિકેટ ગુમાવી 161 રન થયો છે.
ભારતીય ટીમને 12 રનની અંદર 3 ઝટકા લાગ્યા છે, રોહીત શર્મા 56 રન બનાવી આઉટ થયા.
ઓસ્ટ્રેલિયાએ આપેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને બીજો ઝટકો લાગ્યો છે, વિરાટ કોહલી 20 રન બનાવી આઉટ થયો છે જ્યારે રોહીત અને રીષભ પંત બેટીંગ કરી રહ્યા છે.
ભારતને બીજો મોટો ઝટકો લાગ્યો છે, વિરાટ કોહલી 20 રન બનાવી આઉટ થયા છે, જ્યારે રોહીત 35 અને રીષભ પંત 8 રને રમી રહ્યા છે, ભારતે 16 ઓવરમાં 80 રન બનાવ્યા છે, જ્યારે ભારતને જીતવા માટે 193 રનની જરૂર છે.
ઓસ્ટ્રેલિયાએ આપેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે શેખર ધવન 12 રન બનાવી આઉટ થયો છે, જ્યારે રોહીત અને કોહલી બેટીંગ કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ આપેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 ઓવરમાં જ પોતાની પહેલી વિકેટ શેખર ધવનના રૂપમાં ગવાઇ છે, શેખર ધવન 12 રન બનાવી આઉટ થયો છે, જ્યારે રોહીત અને કોહલી હાલ રમી રહ્યા છે. કોહલી 8 રને જ્યારે રોહીત 18 રન બનાવ્યા છે.
ત્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલા ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની 50 ઓવરમાં 272 રને 9 વિકેટ ગુમાવી છે. ભારતને 273 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા ટીમમાં ઉસ્માન ખ્વાજાએ સદી મારી હતી, જ્યારે પીટર હેન્સકોબે 52 રન બનાવ્યા છે.
જ્યારે ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે શમી અને જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી.