વર્ષ 2011ના વર્લ્ડ કપમાં હીરો સાબિત થયેલા ઑપનિંગ બેટ્સમેન એવા ગૌતમ ગંભીર જે હાલમાં જ દિલ્હીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને જંગી બહુમતીથી પોતાની જીત નોંધાવી હતી. તેઓએ પોતાના ટ્વીટરના માધ્યમથી માહિતી આપી છે કે તેઓ થોડા દિવસો માટે દિલ્હીથી બહાર જશે. આ સાથે જ તેઓએ સ્ટાર સ્પોર્ટ્સને ટેગ કરીને જણાવ્યું હતું કે, પોતે પણ વર્લ્ડ કપ 2019 સાથે જોડાવા જઇ રહ્યાં છે. તેઓ વર્લ્ડ કપની મેચ માટે કોમેન્ટ્રી કરવા લંડન તરફ પ્રયાણ કરશે.
ગૌતમે પોતાના ટ્વિટર ઍકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું હતું જેમાં તેણે લખ્યું છે કે, "હું થોડા સમય માટે દિલ્હીથી બહાર જઇ રહ્યો છું, જેનાથી અમારા કામ પર કોઇ ફર્ક નહી પડે અને પૂર્વ દિલ્હીને દિલ્હીની સર્વશ્રેષ્ઠ વિસ્તાર બનાવીશું"
તો અન્ય એક ટ્વીટમાં ગૌતમે લખ્યું હતું કે," સ્ટાર સ્પોર્ટ્સ સાથે મારો કરાર હતો. એટલા માટે હું કમેન્ટ્રીના કામથી મુંબઇ જઇ રહ્યો છું, પણ મારી ઓફિસ શ્રેષ્ઠ વિહારમાં ચાલુ રહેશે, ગૌરવ, સુમિત અને સાગર મને પળેપળની માહિતી આપતા રહેશે"