ETV Bharat / sports

IND Vs END : ભારતે ત્રીજી ટેસ્ટ મેચ ચોથા દિવસે એક ઇનિંગ અને 76 રને ગુમાવી - મેચ ડ્રો

લીડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની શરમજનક હાર થઈ છે. ભારતનો ઇનિંગ અને 76 રનથી પરાજય થયો છે. ઇંગ્લેન્ડે આ સાથે ટેસ્ટ સિરીઝ 1-1થી સરભર કરી છે. આ પહેલા સિરીઝની બીજી ટેસ્ટ મેચ ભારતે જીતી હતી. પહેલો મુકાબલો ડ્રો રહ્યો હતો. 5 મેચની સિરીઝની ચોથી મેચ 2 સપ્ટેમ્બરના રોજ રમાશે.

ભારતે ત્રીજી ટેસ્ટ મેચ ચોથા દિવસે એક ઇનિંગ અને 76 રને ગુમાવી

author img

By

Published : Aug 28, 2021, 6:52 PM IST

  • ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજય
  • બીજી ઇનિંગમાં 278 રનમાં ઢેર થયાં ભારતીય ધુરંધરો
  • પૂજારાએ બનાવ્યાં સૌથી વધુ 91 રન, રહાણે ફરી નિષ્ફળ
  • રૉબિન્સને ઝડપી 5 વિકેટ

લીડ્સ: ઇંગ્લેન્ડે ભારતને અહીં હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે શનિવારના ઇનિંગ અને 76 રને હરાવી દીધું છે. આ સાથે ઇંગ્લેન્ડે 5 મેચોની ટેસ્ટ સિરીઝ 1-1થી સરભર કરી લીધી છે.

રૉબિન્સન સામે ભારતીય ધૂરંધરોએ હથિયાર હેઠાં મૂક્યા

ભારતની પહેલી ઇનિંગ 78 રન પર સમેટાઈ ગઈ હતી, જ્યારે ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 432 રન બનાવીને 354 રનની લીડ લીધી હતી. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 278 રને ઢેર થઈ ગઈ અને તેણે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ 189 બૉલ પર 15 ચોગ્ગાની મદદથી સર્વાધિક 91 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી રૉબિન્સને 5 વિકેટ ઝડપી અને ક્રેગ ઑવરટોને ત્રણ વિકેટ પોતાના નામે કરી, જ્યારે જેમ્સ એન્ડરસન અને અને મોઇન અલીને એક-એક વિકેટ મળી.

કોહલી અને પૂજારા ચોથા દિવસે ન બતાવી શક્યાં કમાલ

ભારતે આજે 2 વિકેટે 215 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને પૂજારા 91 તથા કેપ્ટન કોહલી 45 રનથી આગળ રમવા ઉતર્યા. પરંતુ આ બંને બેટ્સમેન વધારે જાદૂ બતાવી શક્યાં નહીં અને તેમના આઉટ થતાં જ ભારતીય ટીમ વિખેરાઈ ગઈ.

પંત અને રહાણે ફરી નિષ્ફળ, છેલ્લા 63 રન બનાવવામાં 8 બેટ્સમેન આઉટ

ભારતની બીજી ઇનિંગમાં કોહલીએ 55, રોહિત શર્માએ 59, લોકેશ રાહુલે 8, અજિંક્ય રહાણેએ 10, ઋષભ પંતે 1, મોહમ્મદ શમીએ 6, ઇશાંત શર્માએ 2, રવીન્દ્ર જાડેજાએ 30 અને મોહમ્મદ સિરાજ 0 રન બનાવીને આઉટ થયા, જ્યારે જસપ્રિત બુમરાહ 1 રન બનાવીને અણનમ રહ્યો.

આ પણ વાંચોઃ Tokyo 2020 Paralympics: ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર, ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ

આ પણ વાંચોઃ આજે ધ ગ્રેટ ખલીનો જન્મદિવસ: જાણો કેવી રીતે હિમાચલ પ્રદેશના એક નાના ગામથી WWE રિંગ સુધી પહોંચ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.