ETV Bharat / sports

IND vs SL : પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટે 192 રન બનાવ્યા - વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ

ભારતે (IND vs SL) પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે આજે શુક્રવારે 50 ઓવરમાં ભારતે 4 વિકેટે 192 રન બનાવ્યા છે.

IND vs SL : પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટે 192 રન બનાવ્યા

author img

By

Published : Mar 4, 2022, 2:38 PM IST

મોહાલી: ભારતે (IND vs SL) પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે આજે શુક્રવારે 50 ઓવરમાં ભારતે 4 વિકેટે 192 રન બનાવ્યા છે. હવે ઇનિંગ્સને જાળવી રાખવાની જવાબદારી ઐયર અને ઋષભ પંત પર છે. બંને વચ્ચે 25 બોલમાં 18 રનની ભાગીદારી થઈ છે.

ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ

બેટિંગ ક્રમમાં ત્રીજા નંબરે ચેતેશ્વર પૂજારાના સ્થાને આવેલા હનુમા વિહારી લંચ સમયે 30 રન બનાવીને રમી રહ્યો હતો. જ્યારે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli 100th Test match) તેની 100મી ટેસ્ટ રમી રહ્યો હતો અને તેને 15 રન બનાવીને સપોર્ટ કરી રહ્યો હતો. કોહલી મેદાન પર ઉતર્યો ત્યારે દર્શકોએ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું હતું. કોહલીએ ડાબા હાથના ફાસ્ટ બોલર વિશ્વા ફર્નાન્ડો પર સીધી બાઉન્ડ્રી ફટકારી હતી.

આ પણ વાંચો: મેદાન પર જોવા મળ્યો અદભૂત નજારો, કેપ્ટન-વાઈસ-કેપ્ટનની પ્રેક્ટિસ

લાહિરુ કુમારાએ રોહિતને આઉટ કરીને શ્રીલંકાને પ્રથમ સફળતા આપી

અગ્રવાલની વિકેટ પડ્યા બાદ કોહલી સવારે બરાબર 11 વાગે બેટિંગ કરવા આવ્યો હતો અને પછીના અડધા કલાક સુધી તે મજબૂત બેટિંગ કરતો જોવા મળ્યો હતો. લાહિરુ કુમારાએ રોહિતને આઉટ કરીને શ્રીલંકાને પ્રથમ સફળતા અપાવી હતી. જ્યારે ડાબોડી સ્પિનર ​​લસિથ એમ્બુલડેનિયાએ અગ્રવાલને પેવેલિયનમાં મોકલ્યો હતો. રોહિતે તેની અંતિમ શ્રેણી રમી રહેલા સુરંગા લકમલને ચોગ્ગા સાથે આવકાર્યા અને પછી મિડવિકેટ બાઉન્ડ્રી પર ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે કુમારા પર ડીપ મિડવિકેટ પર બીજો ચોગ્ગો ફટકાર્યો, પરંતુ તે જ ઝડપી બોલરના શોર્ટ બોલને પુલ કરવાના પ્રયાસમાં, લકમલને ડીપ ફાઈન લેગ પર કેચ આપ્યો હતો. રોહિતે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા.

આ પણ વાંચો: વિરાટ કોહલીની 100મી ટેસ્ટ સાથે રોહિતની 'ટીમ ઈન્ડિયા' નવા યુગમાં પ્રવેશ કરશે

એમ્બુલડેનિયાનો બોલ ચૂકી ગયો અને લેગ બિફોર બની ગયો

બીજી તરફ અગ્રવાલે પણ કેટલીક આકર્ષક બાઉન્ડ્રી ફટકારી, પરંતુ એમ્બુલડેનિયાનો બોલ ચૂકી ગયો અને લેગ બિફોર બની ગયો હતો. એમ્બુલડેનિયાનો બોલ પ્રથમ સત્રમાં જ ટર્ન થયો હતો અને નીચે પડી ગયો હતો, જે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને ખુશ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.