પુણેઃ રવિવારે ન્યુઝીલેન્ડ સામે રમાનાર મેચ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ન્યુઝીલેન્ડ સામેની મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયો છે.
-
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Medical Update: Hardik Pandya 🔽 #CWC23 | #TeamIndiahttps://t.co/yiCbi3ng8u
">🚨 NEWS 🚨
— BCCI (@BCCI) October 20, 2023
Medical Update: Hardik Pandya 🔽 #CWC23 | #TeamIndiahttps://t.co/yiCbi3ng8u🚨 NEWS 🚨
— BCCI (@BCCI) October 20, 2023
Medical Update: Hardik Pandya 🔽 #CWC23 | #TeamIndiahttps://t.co/yiCbi3ng8u
ન્યુઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર: પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ગુરુવારે બાંગ્લાદેશ સામેની ભારતની મેચ દરમિયાન પોતાની જ બોલિંગ પર ફિલ્ડિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયાના વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. BCCI સેક્રેટરી જય શાહે ભારતીય વાઇસ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર પંડ્યાની ઈજાના અપડેટ વિશે માહિતી આપી હતી.
BCCIએ કહ્યું, 'ઓલરાઉન્ડરને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે અને તેને આરામની સલાહ આપવામાં આવી છે. તે BCCIની મેડિકલ ટીમની સતત દેખરેખ હેઠળ રહેશે. પંડ્યા 20 ઓક્ટોબરે ટીમ સાથે ધર્મશાળા જશે નહીં અને હવે તે સીધો લખનઉમાં ટીમ સાથે જોડાશે, જ્યાં ભારત 29 ઓક્ટોબર, રવિવારે ઈંગ્લેન્ડ સામે મેચ રમશે.
-
🚨 JUST IN: India have provided an injury update about Hardik Pandya.
— ICC Cricket World Cup (@cricketworldcup) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Details ⬇️#CWC23https://t.co/3MoG8AIVak
">🚨 JUST IN: India have provided an injury update about Hardik Pandya.
— ICC Cricket World Cup (@cricketworldcup) October 20, 2023
Details ⬇️#CWC23https://t.co/3MoG8AIVak🚨 JUST IN: India have provided an injury update about Hardik Pandya.
— ICC Cricket World Cup (@cricketworldcup) October 20, 2023
Details ⬇️#CWC23https://t.co/3MoG8AIVak
હાર્દિક પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઈજા: ઉલ્લેખનીય છે કે ગુરૂવારે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં પંડ્યા બાંગ્લાદેશની ઇનિંગની 9મી ઓવર ફેંકવા આવ્યો હતો. તેણે આ ઓવરનો ત્રીજો બોલ લિટન દાસને ફેંક્યો અને દાસે તેના પર સ્ટ્રેટ ડ્રાઇવ ફટકારી. પોતાના પગથી બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે પંડ્યાનો પગ વળી ગયો અને તેને પગની ઘૂંટીમાં ઈજા પહોંચી હતી. હાલ બેંગલુર સ્થિત હોસ્પિટલમાં હાર્દિક પંડ્યાની સારવાર ચાલી રહી છે. ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા હાર્દિક લખનઉમાં ભારતીય ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે.