ETV Bharat / sports

ICC Womens T20 World: રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 11 રને હરાવ્યું - महिला टी20 विश्व कप

ઇંગ્લેન્ડે મહિલા ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ બીની મેચમાં ભારતને 11 રને હરાવ્યું હતું. 152 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત 20 ઓવરમાં 5 વિકેટે 140 રન જ બનાવી શક્યું હતું. ઇંગ્લેન્ડે માત્ર 4.4 ઓવરમાં 29 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

ICC Womens T20 World Cup
ICC Womens T20 World Cup
author img

By

Published : Feb 19, 2023, 7:38 AM IST

Updated : Feb 19, 2023, 7:48 AM IST

નવી દિલ્હી: સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાયેલી ગ્રુપ બીની મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 11 રને હરાવ્યું હતું. 152 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત 20 ઓવરમાં 5 વિકેટે 140 રન જ બનાવી શક્યું હતું. સ્મૃતિ મંધાનાએ 52 રનની ઇનિંગ રમી હતી, જ્યારે રિચા ઘોષે અણનમ 47 રન બનાવ્યા હતા. ભારત તરફથી રમતા રેણુકા ઠાકુરે પાંચ વિકેટ ઝડપી હતી. બંને ટીમો ગ્રુપ બેમાં પ્રથમ અને બીજા સ્થાને હતી.

સારી બોલિંગ છતાં ભારત હાર્યું: ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રેણુકા ઠાકુરે આ નિર્ણયને પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપીને સારી સહ્રુઆત કરી હતી. રેણુકાએ પાવરપ્લેમાં અનુક્રમે ડેની વ્યાટ (0), એલિસ કેપ્સ (3) અને સોફી ડંકલી (10)ને આઉટ કર્યા. ત્યારપછી તેણીએ એમી જોન્સ (40) અને કેથરીન સાયવર-બ્રન્ટ (0)ને લગાતાર બોલમાં આઉટ કરીને અંતિમ ઓવરમાં ઈંગ્લેન્ડને 151 રનમાં સમેટી દીધું. ઈંગ્લેન્ડ તરફથી નતાલીએ અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો IND vs AUS: બિજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 62 રનની લીડ લીધી

...અંતે ભારત હાર્યું: લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે પ્રથમ વિકેટ શેફાલી વર્મા 8 રન બનાવી આઉટ થયા હતા. જેમિમા અને કેપ્ટન હરમનપ્રીત કૌર વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા ન હતા. જેમિમાએ 13 રન બનાવ્યા જ્યારે હરમનપ્રીત માત્ર 4 રન બનાવી શકી. આ પછી મંધાનાએ રિચા ઘોષ સાથે ભાગીદારી કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન મંધાનાએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. મંધાના (52)ના આઉટ થયા બાદ ભારતની જીતની તમામ આશા રિચા ઘોષ પર ટકી હતી.

આ પણ વાંચો Suresh Raina on Mahashivaratri : સુરેશ રૈનાએ પરિવાર સાથે શિવ મંદિરમાં કરી પૂજા, 'મહાશિવરાત્રિ'ની શુભેચ્છા પાઠવતો વીડિયો કર્યો શેર

સાયવરની અડધી સદી: ઇંગ્લેન્ડ તરફથી રમનાર નેટ સાયવર બ્રન્ટ અને કેપ્ટન હીથર નાઈટ (28 રન) એ સ્થિતિ સંભાળી હતી. બંને ખેલાડીઓએ 38 બોલમાં 51 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ઈંગ્લેન્ડની સ્થિતિને ઈનિંગ્સને મજબૂત બનાવી હતી. સાયવર 42 બોલમાં 50 રન બનાવી આઉટ થઇ હતી. ઇંગ્લેન્ડે માત્ર 4.4 ઓવરમાં 29 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

Last Updated : Feb 19, 2023, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.