ETV Bharat / sports

Womens T20 World Cup 2023: આવતીકાલે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે, સાંજે 6:30 વાગ્યે મેચ શરુ થશે - ऋचा घोष

મહિલા T20 વર્લ્ડ કપ 2023માં, (ICC Womens T20 World Cup 2023) ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 12 ફેબ્રુઆરીએ પાકિસ્તાન (India vs Pakistan) સામે રમશે. આ મેચમાં ભારતીય ટીમના આ ખેલાડીઓ પોતાના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાનને હરાવી શકે છે.

Womens T20 World Cup 2023: આવતીકાલે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે, સાંજે 6:30 વાગ્યે મેચ શરુ થશે

author img

By

Published : Feb 11, 2023, 11:47 AM IST

કેપટાઉન: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે શુક્રવાર, 10 ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યે રમાઈ હતી. આ મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ રમાશે. આ બંને ટીમો વચ્ચેની આ મેચ ઘણી રોમાંચક બની શકે છે. આ મેચમાં ભારતીય ટીમના આ ખેલાડીઓ પાકિસ્તાન પર ભારે પડી શકે છે. એટલા માટે તમામની નજર આ ખેલાડીઓના પ્રદર્શન પર ટકેલી છે.

સ્ટાર ખેલાડીઓ પર નજર: ભારતીય ટીમ પાકિસ્તાન સામે 12 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં સાંજે 6.30 કલાકે મેચ રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની ખેલાડીઓ સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને રિશા ઘોષના પ્રદર્શન પર ચાહકોની નજર રહેશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ ત્રણ ખેલાડીઓ મેચનો પલટો ફેરવી શકે છે જેનાથી પાકિસ્તાની ટીમની મુશ્કેલીઓ વધી જશે. મહિલા ભારતીય ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના પાકિસ્તાન સામે મહત્વની ભૂમિકા ભજવશે. જણાવી દઈએ કે, મંધાના ટીમની મુખ્ય બેટ્સમેન છે. મંધાનાએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 11 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાંથી મંધાનાએ 27.32ની એવરેજ અને 123.13ની સ્ટ્રાઈક રેટથી કુલ 2651 રન બનાવ્યા છે.

આ પણ વાંચો:મહિલા T20 વર્લ્ડ કપનો આવતીકાલથી પ્રારંભ, ભારત તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે

શેફાલી વર્મા શાનદાર ફોર્મમાં: ભારતીય ટીમે તાજેતરમાં યુવા ઓપનર શેફાલી વર્માની કેપ્ટન્સીમાં મહિલા અંડર-19 વર્લ્ડ કપ 2023 જીત્યો છે. અંડર-19 વર્લ્ડ કપમાં શેફાલી વર્માએ ઝડપી બેટિંગ કરતા 7 મેચમાં 193.26ના સ્ટ્રાઈક રેટથી 172 રન બનાવ્યા છે. શેફાલી વર્મા અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાની વિકેટકીપર રિચા ઘોષમાં એક જ ક્ષણમાં મેચનો પલટો ફેરવવાની શક્તિ છે. રિચા ઘોષે ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 30 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 134.27ની સ્ટ્રાઇક સાથે 427 રન બનાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.