- ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ (Former Indian cricketer Sourav Ganguly) 49મો જન્મદિવસ ઉજવ્યો
- પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી (West Bengal Chief Minister Mamata Banerjee)એ સૌરવ ગાંગુલીને ઘરે જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
- વિધાનસભાની ચૂંટણી (Assembly elections) દરમિયાન પણ સૌરવ ગાંગુલી બીમાર થતા મમતા બેનરજી તેમને મળ્યા હતા
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી (West Bengal CM Mamata Banerjee)એ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના ઘરે જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ અગાઉ પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી (Assembly elections) દરમિયાન સૌરવ ગાંગુલીની તબિયત બગડી હતી. ત્યારે પણ મમતા સૌરવ ગાંગુલીને મળ્યા હતા.
આ પણ વાંચોઃ Eng-Pak One Day Match: કાર્ડિફમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું
મુલાકાત બાદ બંનેએ કોઈ રાજકીય નિવેદન ન આપ્યું
તો બીજી તરફ સૌરવ ગાંગુલી રાજનીતિમાં શામેલ થશે તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજી વ્યક્તિગત રીતે સૌરવ ગાંગુલીને મળ્યા હતા. ત્યારબાદ સૌરવ ગાંગુલી અને મમતા બેનરજી તરફથી કોઈ રાજકીય નિવેદન આવ્યું નથી. આપને જણાવી દઈએ કે, BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ગુરૂવારે 49મો જન્મદિવસ ઉજવ્યો હતો. દર વર્ષે 8 જુલાઈના દિવસે કરોડો ચાહકો તેમને શુભેચ્છા પાઠવે છે.
સૌરવ ગાંગુલીના ચાહકોએ બપોરે તેમને શુભેચ્છા પાઠવી
આ મુલાકાત બાદ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, તેઓ ઓલિમ્પિક માટે જઈ રહેલી ભારતીય ટીમને શુભકામના આપે છે. તેમણે કોરોના મહામારી દરમિયાન આઈપીએલ અને અન્ય ક્રિકેટ ટૂર્નામેન્ટ્સ (IPL and other cricket tournaments)ના આયોજનના સવાલ પર કહ્યું હતું કે, રમત હંમેશા ચાલુ રહે છે. તેમણે બ્રાઝિલને પોતાની ફેવરિટ ફૂટબોલની ટીમ ગણાવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ગાંગુલીનો જન્મદિવસની શુભેચ્છા આપવા માટે તેમના ચાહકો કોલકાતાના અનેક વિસ્તારમાં જમા થયા હતા. સૌરવ પણ તેમના અભિવાદન કરવા માટે ઘરથી બહાર નીકળ્યા. તે દરમિયાન બપોરે મુખ્યપ્રધાન મમતા બેનરજીની ગાડી પણ સૌરવના ઘરે પહોંચી હતી.