- ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ક્રિસ ગેઈલ પર આપ્યું નિવેદન
- જો ગેઈલ પોતાની ટીમમાં છે તો કેમ તમે તેને ત્રીજા નંબર પર કેમ રમાડો છો, તેની પાસે ઓપનિંગ કરાવવી જોઈએઃ ગંભીર
- ગેઈલને ત્રીજા નંબર પર રાખવાનો કોઈ અર્થ નથી, વિન્ડીઝ અને પંજાબ કિંગ્સે આવું કેમ કર્યું એની મને ખબર નથીઃ ગંભીર
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોઈ પણ વાત અંગે સીધો મત રાખવા માટે જાણીતા છે. ત્યારે હાલમાં જ ગૌતમ ગંભીરે વેસ્ટ ઈન્ડિઝના સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલ અંગે એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, ક્રિસ ગેઈલને આઈપીએલ 2021ના બીજા તબક્કામાં પોતાની ટીમ પંજાબ કિંગ્સ માટે ઓપનિંગમાં બેટિંગ કરવી જોઈએ. ક્રિસને ત્રીજા નંબર પર મોકલો એ મારી સમજની બહાર છે.
આ પણ વાંચોઃ શ્રીલંકાના ઝડપી બોલર Lasith Malingaએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો, ટ્વિટર પર લખી ભાવુક પોસ્ટ
ગેઈલે ઓપનર તરીકે જ આવવું જોઈએઃ ગંભીર
ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, ગેઈલે ઓપનિંગ કરવી જોઈએ. જો ગેઈલ તમારી ટીમમાં છે તો તમે તેને ત્રીજા નંબર પર કેમ રમાડો છો. તેને ત્રીજા નંબર પર રમાડવાનો કોઈ અર્થ નથી. વિન્ડીઝ અને પંજાબ કિંગ્સે આવું કેમ કર્યું તે મને નથી ખબર. જો ગેઈલ 11માં સામેલ છે તો તેને ઓપનર તરીકે આવવું જોઈએ. કારણ કે, તે બોલ વેડફતો નથી. નંબર 3 પર તેને ઓપનિંગની સરખામણીમાં સિંગલ લેવા પડે છે.
આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ શ્રેણી રમાવી અસંભવ: રમીઝ રાજા
ધોની ચોથા કે પાંચમા નંબર પર મેદાને ઉતરે છેઃ ગંભીર
ગંભીરે અનુભવ્યું કે, ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા પછી બેટિંગ દરમિયાન ઝડપથી રન બનાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. ધોની એવા ખેલાડી છે, જે ચોથા કે પાંચમા નંબર પર ઉતરે છે, પરંતુ અમે પહેલા તબક્કામાં જોયું કે, તે છઠ્ઠા કે સાતમા સ્થાન પર ઉતરી રહ્યા હતા. એવો પણ સમય આવ્યો. જ્યાેર તેમણે સેમ કરેનને પોતાનાથી પહેલા ઉતાર્યો હતો. આની પાછળનું કારણ એ છે કે, તેઓ કદાચ એક મેન્ટર અને વિકેટકિપર તરીકે સ્થાપિત થવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ટીમનું નેતૃત્વ અને વિકેટકિપિંગ કરી શકે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દેવાથી IPL ઘણી અઘરી ટૂર્નામેન્ટ થઈ જાય છેઃ ગંભીર
ગંભીરે વધુમાં ઉમેર્યું હતું કે, ધોની માટે મુશ્કેલ થઈ રહ્યું છે. કારણ કે, એક વાર તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની છોડી દીધી તો આઈપીએલ ઘણી જ અઘરી ટૂર્નામેન્ટ થઈ જાય છે. આઈપીએલમાં તમે ટોપ ક્વાલિટીના બોલર્સનો સામનો કરવાનો હોય છે.