કોલકાતા : 31 ઓક્ટોબરના રોજ કોલકતાના પ્રસિદ્ધ ઈડન ગાર્ડન ખાતે પાકિસ્તાન ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે. સ્વાભાવિક રીતે શહેરીજનો સ્ટાર ખેલાડીઓને નજીકથી જોવા માટે ઉમટી રહ્યા છે. પાકિસ્તાન ટીમમાં સૌથી વધુ પસંદીદા ખેલાડી અન્ય કોઈ નહીં પરંતુ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ છે. ત્યારે બાબર આઝમ જ્યારે કોલકતા પહોંચશે ત્યારે તેને કડક સુરક્ષામાં કવર કરવામાં આવશે.
આજ સુધીના ક્રિકેટ જગતના ઇતિહાસમાં વિપક્ષી ખેલાડી અથવા કેપ્ટન માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોય તેવું બન્યું નથી. તો એક પ્રાસંગિક પ્રશ્ન ઊભો થાય છે કે બાબર આઝમ શા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બાબર આઝમ બિલકુલ એક ખાસ ખેલાડી છે ઉપરાંત પાકિસ્તાન સહિત વિશ્વભરમાં તેમની પાસે એક વિશાળ ચાહક વર્ગ છે. તેઓ સ્વભાવે અંતર્મુખ છે અને વધુ ઉત્તેજીત આનંદથી દૂર રહેવાનું પસંદ કરે છે.
કોલકાતા પોલીસ હેડક્વાર્ટર લાલબજાર સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર કેટલાક પસંદગીના પોલીસ કર્મચારીઓને શહેરની એક હોટલના સ્પેશિયલ રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ કોલકાતામાં પહોંચ્યા બાદ રોકાણ કરશે.
આ ઉપરાંત આંતરિક સુરક્ષા વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવી છે કે, બાબર આઝમ ઈડન ગાર્ડન્સમાં બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરતા જોવા મળે તો પણ કોલકાતા પોલીસના કેટલાક ખાસ ટ્રેંઈન અધિકારીઓ ત્યાં હાજર રહેશે. તેઓ પાકિસ્તાનના સુકાનીને સ્ટેડિયમાંથી દર્શકો દ્વારા કરેલ કોઈપણ ટિપ્પણી અથવા રોષથી બચાવવા બાઉન્ડ્રી લાઈન પર પહોંચી જશે. જોકે પોલીસ હેડક્વાર્ટર દ્વારા આ બાબતે વધુ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
કોલકાતા પોલીસના એક એડિશનલ કમિશનરે નામ જાહેર ન કરતા કહ્યું કે, આ સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ છે. મને ખબર નથી કે ભૂતકાળમાં ક્યારેય કોઈ મેચ માટે આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોય. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ માટે ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગેની માહિતી આપી શકીએ તેમ નથી. કારણ કે તે આંતરિક સુરક્ષા માળખાની સલામતી જોખમી શકે છે.
જોકે પોલીસ હેડક્વાર્ટરના સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ એરપોર્ટથી હોટલમાં પહોંચશે, ત્યારે બાબર આઝમની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવેલા કોલકાતા પોલીસના વિશેષ સુરક્ષા દળો તરત જ તેઓને સુરક્ષિત કરશે અને બાબર જ્યાં પણ જશે ત્યાં તેને એસ્કોર્ટ કરશે.
પાકિસ્તાની કેપ્ટન માટે કોલકાતા પોલીસની ખાસ પ્રશિક્ષિત કમાન્ડો ફોર્સ સ્પેશિયલ એક્શન ફોર્સ (SAF) તૈનાત કરવામાં આવશે. બે-સ્તરીય સુરક્ષા વ્યવસ્થાનો હેતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમના શહેરમાં રોકાણ દરમિયાન કોઈપણ અનઇચ્છનીય ઘટનાને ટાળવાનો છે, કારણ કે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે અસરો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની અને ભારે લોકપ્રિય વસીમ અકરમ વર્ષ 2015 માં પાકિસ્તાનમાં ગોળીઓના નિશાન બન્યા હતા.