- નીતિન મેનનના પિચ પર દોડવાની બાબતને લઈને વિરાટે નારાજગી વ્યક્ત કરી
- ઈંગ્લેન્ડના 420 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 192માં જ પરાસ્ત
- ટીમની બોડી લેંગ્વેજ પર વિરાટ કોહલીએ વાત કરી
ચેન્નઈ: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ઇનિંગમાં રન લેતી વખતે પિચમાં ઈગ્લેન્ડના બેટ્સમેનના ભાગવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સોમવારના રોજ થયેલા પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે કોહલીએ અમ્પાયરને ઈગ્લેન્ડના બેટ્સમેન દ્વારા રન લેવા સમયે પિચમાં દોડવાની બાબતને લઈને ફરિયાદ કરી હતી.
ઈગ્લેન્ડના 420 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 192માં જ પરાસ્ત
ઈગ્લેન્ડે ભારતને જીત માટે 420 રનનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ ભારતીય ટીમ 192માં જ પરાસ્ત થઈ ગઈ હતી અને ભારતીય ટીમને 227 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
નીતિન મેનનના પિચ પર દોડવાની બાબતને લઈને વિરાટે નારાજગી વ્યક્ત કરી
કોહલીને સ્ટમ્પ્સના માઇક પર કહેતા સાંભળવામાં આવ્યો હતો કે, "નીતિન મેનન સીધા રનમાં પણ વચ્ચે દોડી રહ્યો છે. આ શું છે."
વિરાટે હાર માટે ટીમની બોડી લેંગ્વેજ અને આક્રમકતાના અભાવને જવાબદાર ગણાવ્યા
સાથે સાથે કોહલીએ એ પણ કહ્યું કે, ટીમની બોડી લેંગ્વેજ યોગ્ય નહોતી. તેમણે કહ્યું, આપણી બોડી લેંગ્વેજ બરાબર નહોતી અને આપણી પાસે આક્રમકતાનો પણ અભાવ હતો. અમે બીજી ઇનિંગમાં અમે ઘણા સારા હતા. પ્રથમ ચાર બેટ્સમેનને છોડીને પ્રથમ દાવના બીજા ભાગમાં અમે વધુ સારા રહ્યા હતા.
તેમણે કહ્યું, બેટની મદદથી અમે પ્રથમ દાવમાં વધુ સારા હતા. આપણે વસ્તુઓને સમજવી પડશે અને વહેલી તકે તેને સુધારવી પડશે. ઇંગ્લેન્ડની ટીમ આખી મેચ દરમિયાન અમારા કરતા વધુ વ્યાવસાયિક હતી.