- ભારતે ઈંગ્લેન્ડને ચોથી ટેસ્ટ મેચમાં હરાવ્યું
- 368 રનના સ્કોર સામે ઈંગ્લેન્ડ 210માં ઓલઆઉટ
- ભારતે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી
ન્યૂઝ ડેસ્ક: હાલમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. કેનિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ ખાતેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. ભારતે ઈંગ્લેન્ડની ટીમને 368ના ટાર્ગેટ સામે 210 રન પર ઓલઆઉટ કરી હતી. આ સાથે ભારત સિરીઝમાં 2-1થી આગળ પહોંચી ગયું છે.
આખરી ટેસ્ટ મેચ નિર્ણાયક રહેશે
પહેલી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમ્યા બાદ ભારતે લોર્ડ્સ ખાતેની બીજી ટેસ્ટ મેચ 151 રનથી જીતી હતી. જ્યારબાદ ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને એક ઈનિંગ અને 76 રનથી હરાવ્યું હતું. ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 157 રને હરાવીને સિરીઝમાં 2-1ની સરસાઈ તો મેળવી લીધી છે, પરંતુ આખરી મેચમાં જો ઈંગ્લેન્ડ જીતે તો સિરીઝ ડ્રો જઈ શકે છે. જેથી ભારત અંતિમ મેચ જીતે અથવા તો ડ્રો થાય તો જ સિરીઝ પોતાને નામ કરી શકે છે.
બુમરાહે સર્જ્યો રેકોર્ડ, માત્ર 24 ટેસ્ટમાં લીધી 100 વિકેટ
ઓવલ ટેસ્ટ મેચમાં અંતિમ દિવસે ઈંગ્લેન્ડના ઓલી પોપને ક્લિન બોલ્ડ કરીને ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ પૂર્ણ કરી છે. ભારતીય ફાસ્ટ બોલર્સમાં સૌથી ઝડપી 100 વિકેટ મેળવવાનો રેકોર્ડ તેણે બનાવ્યો છે. આ રેકોર્ડ અગાઉ કપિલ દેવના નામે હતો, જેમણે25 ટેસ્ટ મેચમાં 100 વિકેટ ઝડપી હતી.