- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહી છે ટેસ્ટ મેચ સિરીઝ
- પ્રથમ ટેસ્ટના અંતિમ દિવસે પણ વરસાદ બન્યો વિલન
- ભારતને જીતવા માટે કુલ 157 રનની જરૂર
ન્યૂઝ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો આજે રવિવારે છેલ્લો દિવસ છે. એવામાં આજે પાંચમા દિવસે પણ વરસાદનાં કારણે મેચ શરૂ થવામાં વિલંબ થશે. ઈન્ડિયાને હાલ જીતવા માટે 157 રનની જરૂર છે અને 9 વિકેટ હાથમાં છે. આમ જોવા જઇએ તો રન વધારે નથી, પરંતુ ઇંગ્લેન્ડની બોલિંગ લાઇન અપ સામે રમવું ઈન્ડિયન બેટ્સમેન્સ માટે પડકારરૂપ રહેશે. એવામાં ઈન્ડિયાનો સ્કોર 52/1 છે અને ચેતેશ્વર પુજારા તથા રોહિત શર્મા ક્રિસ પર છે.
ઇંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 303 રને ઓલઆઉટ
બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહની ધારદાર બોલિંગનાં પરિણામે ઇંગ્લેન્ડની ટીમ 303 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બુમરાહે બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. ઈન્ડિયાને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં ઈન્ડિયાએ કે.એલ.રાહુલની પહેલી વિકેટ ગુમાવી દીધી છે.