ETV Bharat / sports

ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ,આજે ઈંગ્લેન્ડ સાથે 5 મી ટેસ્ટ મેચ - ક્રિકેટના સમાચાર

ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે ભારતીય ટીમના તમામ ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયા
author img

By

Published : Sep 10, 2021, 7:24 AM IST

  • ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની પાંચમી ટેસ્ટ
  • ભારતીય ક્રિકેટ ટીમમાં કોરોનાના કેસ વધી રહ્યાં
  • તમામ ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ

માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે અને તેવામાં ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ પર સંકટના વાદળો છવાયેલા હતા. પરંતુ સારા સમાચાર છે કે માન્ચેસ્ટર ટેસ્ટના એક દિવસ પહેલા બધા ભારતીય ખેલાડીઓનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ભારતીય ટીમની પ્રેક્ટિસ રદ્દ કરવામાં આવી

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના ત્રણ સભ્યો ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. આ વચ્ચે ટીમમાં વધુ એક કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારબાદ ભારતીય ટીમની પ્રેક્ટિસ રદ્દ કરવામાં આવી હતી. યોગેશ પરમાર કોરોનાથી સંક્રમિત થયા બાદ તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ પણ વાંચો : T-20 વર્લ્ડ કપ ટીમનું કરવામાં આવ્યું એલાન

સમયસર જ મેચ રમાશે

ટીમમાં કોરોનાનાના કેસ સામે આવતા મેચને લઇ અનિશ્ચિતતા છવાઈ ગઈ ગઈ હતી, પરંતુ હવે સમયસર જ મેચ રમાશે. હાલમાં તમામ ખેલાડીઓ પોતપોતાના હોટલના રૂમમાં આઇસોલેશનમાં છે. ઉલ્લેખનીય છે કે તમામ ખેલાડીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે હાલ નેગેટિવ આવ્યો છે.

આ પણ વાંચો : રિતુ ફોગાટ ઈચ્છે છે કે ભારત સરકાર એમએમએ પ્લેયર્સને પણ રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરે

તમામ ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ

અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ટીમ ઇન્ડિયામાં વધી રહેલા કોરોના કેસને જોતા, હાલમાં બીસીસીઆઈ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) પણ આગળનો રસ્તો શોધવા માટે સંપર્કમાં છે, પરંતુ આજે બધું જ ખેલાડીઓ પર કરવામાં આવેલા પરીક્ષણો પર નિર્ભર છે. જોકે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, હવે મેચ શુક્રવારે રમવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.