મુંબઈઃ રવિન્દ્ર જાડેજાના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મોટો ઝટકો (Big tweak for Chennai Super Kings) લાગ્યો છે. બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રમતી વખતે ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20I દરમિયાન 29 વર્ષીય ખેલાડી દીપક ચહરને પીઠમાં ઈજા થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સનો બોલર દીપક ચહર પીઠની ઈજાને કારણે ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022માંથી બહાર થઈ ગયો છે, આ માહિતી લીગે શુક્રવારે એક નિવેદનમાં જણાવી હતી.
આ પણ વાંચો: IPL 2022: CSK સામે RCB થયું ઢેર, CSKએ મેળવી પ્રથમ જીત
- — Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) April 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) April 15, 2022
">— Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) April 15, 2022
IPLની આ સિઝન મિસ: ચહરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, (Deepak Chahar posts emotional message ) માફ કરશો મિત્રો, કમનસીબે હું ઈજાને કારણે IPLની આ સિઝનમાં મિસ કરી રહ્યો છું. હું ખરેખર રમવા માંગતો હતો, પરંતુ હું હંમેશની જેમ વધુ સારો અને મજબૂત પાછો આવીશ. તમારા પ્રેમથી મને હંમેશા સાથ આપવા બદલ તમારો આભાર અને શુભેચ્છાઓ. તમારા આશીર્વાદની જરૂર છે, જલ્દી મળીશું.
CSKની ચોથી ચેમ્પિયનશિપ જીત: IPL 2021માં CSKની ચોથી ચેમ્પિયનશિપ જીતનો ચહર એક અભિન્ન ભાગ હતો. તેણે 15 મેચમાં 8.35ની ઈકોનોમીથી 14 વિકેટ લીધી હતી. તે બોલ સાથે ટીમનો પાવરપ્લે બોલર હતો અને નીચલા ક્રમનો બેટ્સમેન પણ હતો, જેને આ સિઝનની શરૂઆતમાં મેગા ઓક્શનમાં તેને લેવા માટે ફ્રેન્ચાઇઝીએ 14 કરોડનો ખર્ચ કર્યો હતો.
ફિઝિયોના પ્રારંભિક મૂલ્યાંકન: ઝડપી બોલર હરાજી પછીના દિવસોમાં ઇજાગ્રસ્ત થયો હતો અને એનસીએમાં તેના પુનર્વસન દરમિયાન શ્રીલંકા સામેની શ્રેણી ચૂકી ગયો હતો. NCA ફિઝિયોના પ્રારંભિક મૂલ્યાંકનમાં એવી આગાહી કરવામાં આવી હતી કે ચહર IPL 2022 ના મોટા ભાગને ચૂકી જશે અને તેની ઝડપી પુનઃપ્રાપ્તિ CSKમા એપ્રિલના અંતમાં પરત ફરવા દેશે, પરંતુ પીઠની ઈજાના ફટકાથી તેની બધી આશાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.
આ પણ વાંચો: IPL 2022: CSK અને RCB વચ્ચે આજે થશે ટક્કર, CSK જીતવા માટે થઈ રહી છે તલપાપડ
પાંચમાંથી માત્ર એક જ ગેમ જીતી: તેની ગેરહાજરીમાં, CSK વર્તમાન સિઝનમાં પાંચમાંથી માત્ર એક જ ગેમ જીતી શકી છે. જો કે, ફ્રેન્ચાઇઝીએ હજુ પણ IPL 2022 માટે ચહરના સ્થાને કોઈની જાહેરાત કરી નથી.