નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023ની 24મી મેચ બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ તેમની પાંચમી મેચ માટે સામસામે ટકરાશે. ઓસ્ટ્રેલિયા 4 મેચમાંથી 2 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. નેધરલેન્ડ 4 મેચમાંથી એક જીત સાથે સાતમા સ્થાને યથાવત છે. બંને ટીમો આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન મજબૂત કરવા પર રહેશે.
-
A Delhi-cious contest on the cards as we go up against the Aussies tomorrow. 👊#CWC23 pic.twitter.com/ebQJzTS21H
— Cricket🏏Netherlands (@KNCBcricket) October 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A Delhi-cious contest on the cards as we go up against the Aussies tomorrow. 👊#CWC23 pic.twitter.com/ebQJzTS21H
— Cricket🏏Netherlands (@KNCBcricket) October 24, 2023A Delhi-cious contest on the cards as we go up against the Aussies tomorrow. 👊#CWC23 pic.twitter.com/ebQJzTS21H
— Cricket🏏Netherlands (@KNCBcricket) October 24, 2023
પાક સામે જીત હાંસલ કરી હતી : બેંગલુરુમાં કાંગારૂઓએ પાકિસ્તાન સામે 62 રને શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની સદીઓની મદદથી 367 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બાદમાં એડમ ઝમ્પાએ ચાર વિકેટ લીધી, જેના કારણે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 45.3 ઓવરમાં 305 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી ઓસ્ટ્રેલિયાનો આત્મવિશ્વાસ વધતો જોવા મળ્યો હતો.
શ્રીલંકા સામે પરાસ્ત થઇ હતી : બીજી તરફ નેધરલેન્ડને શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સ્કોટ એડવર્ડ્સની આગેવાની હેઠળની ટીમે પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ અને લોગાન વેન બીકની અડધી સદીના કારણે 262 રન બનાવ્યા હતા. આ દરમિયાન, શ્રીલંકાએ 10 બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. જોકે, નેધરલેન્ડે આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા જેવી ખતરનાક ટીમને હરાવી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી મેચોની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 2 મેચ રમાઈ છે જેમાં ઓસ્ટ્રેલિયાએ બંનેમાં જીત મેળવી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
પિચ રિપોર્ટ : પીચ વિશે વાત કરીએ તો, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટ્સમેનોને મદદ કરે છે. આ સ્ટેડિયમની પિચ સૂકી છે અને બાઉન્ડ્રી નાની છે. જે બેટ્સમેનોને સરળતાથી બાઉન્ડ્રી ફટકારવામાં મદદ કરે છે. જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ પિચ સૂકી થતી જશે અને તેનાથી સ્પિનરોને મદદ મળશે. ભૂતકાળના રેકોર્ડ મુજબ, ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરે છે.
હવામાન અહેવાલ : 24 ઓક્ટોબર, બુધવારે વરસાદની કોઈ શક્યતા નથી. વાદળછાયા આકાશને કારણે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં તાપમાન થોડું ઠંડુ રહેશે. મેચના દિવસે દિલ્હીમાં સ્થિતિ સ્પષ્ટ થવાની અપેક્ષા છે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. રમત દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી, તેથી ચાહકોને આખી મેચ જોવા મળશે. સાંજના સમયે ભેજનું સ્તર વધશે પરંતુ સમગ્ર મેચ દરમિયાન ખેલાડીઓ માટે અનુકૂળ સ્થિતિ ઉપલબ્ધ રહેશે.
ઓસ્ટ્રેલિયા સંભવિત ટીમ : મિચેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, જોશ ઇંગ્લિસ (wk), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (c), એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.
નેધરલેન્ડ સંભવિત ટીમ : વિક્રમજીત સિંહ, વેસ્લી બેરેસી, મેક્સ ઓ'ડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (wc/c), લોગન વાન બીક, રોલોફ વાન ડેર મેરવે, આર્યન દત્ત અને પોલ વાન મીકરેન.